વારાહી ગૌ શાળામાં વિના મુલ્યે કૃત્રિમ પગનો કેમ્પ યોજાયો

વારાહી ગૌ શાળામાં વિના મુલ્યે કૃત્રિમ પગનો કેમ્પ યોજાયો,કેમ્પમાં આજુબાજુ ના 5 તાલુકા ના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા…
પાટણ જિલ્લાના સાંતલપુરના વારાહી ખાતે ભીડભંજન ગૌશાળા વારાહીમા તા. 16.03.2025 ને રવિવારે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઇના સહયોગ થી રોટરી ક્લબ ઓફ રાધનપુર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર દ્વારા, શ્રી ભીડ ભંજન હનુમાનજી ગૌશાળા, વારાહીના સહયોગ થી વિના મુલ્યે કૃત્રિમ પગનો ભવ્ય કેમ્પ યોજાયો હતો.
કેમ્પમાં આજુબાજુ ના 5 તાલુકા ના લાભાર્થીઓ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.તમામ લાભાર્થીઑ વારાહી ભીડ ભંજન ગૌશાળા દ્વારા સવારે ચા નાસ્તાની અને બપોરે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કેમ્પમાં ગૌશાળાના મુકેશભાઈ ઠક્કર, રોટરી ક્લબ ઓફ રાધનપુર ના પ્રમુખ ડૉ સી. એમ. ઠક્કર, સેક્રેટરી ડૉ પરેશભાઈ દરજી, ઇન્ડિયન રેડક્રોસ ચેરમેન ડૉ નવીનભાઈ ઠક્કર , વાઈસ ચેરમેન ડૉ. દિનેશભાઇ ઠક્કર તથા પરાસરભાઈ હાલાણી, મહેશભાઈ રાઠોડ,જયરાજસિંહ, ઈસુભાં મલેક, મનુભાઈ રાજ દે, ઉપસ્થિત રહ્યા રત્નિધિ ટ્રસ્ટ મુંબઇના દિનેશભાઇ મકવાણા, રામસીભાઈ, દર્શનભાઈ, રાજેશભાઈ સહીતના આગેવાનો નું કૃતિમ પગ માટે સરાહનીય કાર્ય રહ્યું હતું. કેમ્પ ની વ્યવસ્થા માટે મુકેશભાઈ ઠક્કર અને ગૌશાળા વારાહી સ્ટાફ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300