પાટણ : ભયનો માહોલ ઉભો કરનાર ચાર પૈકી બે ઈસમો ને પોલીસે દબોચી સરધસ કાઢયું

પાટણ : ભયનો માહોલ ઉભો કરનાર ચાર પૈકી બે ઈસમો ને પોલીસે દબોચી સરધસ કાઢયું
Spread the love

પાટણ : ભયનો માહોલ ઉભો કરનાર ચાર પૈકી બે ઈસમો ને પોલીસે દબોચી સરધસ કાઢયું..

પાટણમાં પાલૅર પર ધમાલ કરી ભયનો માહોલ ઉભો કરનાર ચાર પૈકી બે ઈસમો ને પોલીસે દબોચી સરધસ કાઢયું..

બન્ને ઈસમોને ધટના સ્થળે લવાતા તેને જોવા લોકોના ટોળા ઉમટ્યાં..

પાલૅર માલિકે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો તો શહેરીજનોએ પોલીસ ની કામગીરીને સરાહનીય લેખાવી..

પાટણ શહેરના મદારસા ચોક નજીક ઓટો રિક્ષામાં આવી ને પાન પાર્લરના માલિક પાસે ઉધારમાં વસ્તુઓ માગતા વેપારીએ વસ્તુઓ આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા અસામાજિક તત્વો એ રિક્ષા માથી લાકડી ધોકા કાઢી વેપારી ઉપર હુમલો કરી પાન પાલૅર મા તોડફોડ કરી હોવાની ધટના મામલે વેપાર સંજયભાઈ મોદી દ્વારા પાટણ એ ડિવિઝન પોલીસમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવી ગણતરીના કલાકોમાં ચાર પૈકીના બે ઈસમો ભરતભાઈ ભરવાડ અને રતનાભાઈ ભરવાડને ઝડપી લઇ તેઓનું જાહેરમાં સરઘસ કાઢી ઘટનાનું રિકન્ટ્રક્સન કરાવતા વિસ્તારના લોકો જોવા માટે ઘટના સ્થળ ઉમટી પડ્યા હતા.
પોલીસ તંત્ર ની કાયૅવાહી બદલ પાર્લરના માલિક સંજયભાઈ મોદીએ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. તો પાટણના પ્રબુદ્ધ નગરજનોએ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી.

રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!