બીલીમોરા ભાજપા સંગઠન દ્વારા સી.આર. પાટિલ ના જન્મદિવસ ને યાદગાર બનાવાયો

બીલીમોરા ભાજપા સંગઠન દ્વારા સી.આર. પાટિલ ના જન્મદિવસ ને યાદગાર બનાવાયો
આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી. સી.આર.પાટીલ ના જન્મદિવસ નિમિતે બીલીમોરા ભારતીય જનતા પાર્ટી અને બીલીમોરા નગરપાલિકા દ્વારા મેંગુસી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ અને બિસ્કીટ વિતરણ ની સાથે બીલીમોરા શહેરની કુલ ૧૩ આંગણવાડીમાં બાળકોને સ્વરછ અને શુદ્ધ પાણી મળી રહે તે માટે યુ .વી . ફિલ્ટર પ્લાન્ટની ભેટ અર્પણ કરવામાં આવી. આ ફિલ્ટર પ્લાન્ટના દાતાશ્રીઓ જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ ,જાયન્ટસ ગૃપ ના દિપક ભાઈ , દત્ત પેટ્રોલિયમ ના રવિરાજ હેમંતભાઈ ચૌહાણ તેમજ મનહરભાઈ પટેલ વગેરે રહ્યા હતા .
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, બીલીમોરા શહેર ભાજપા પ્રમુખ નીરવભાઈ ટેલર , વિજય ભાઈ પટેલ , મનાભાઈ પટેલ તેમજ બીલીમોરા નગરપાલિકા પ્રમુખશ્રી મનીષભાઈ પટેલ , ઉપપ્રમુખ તેજલબેન જોષી , પ્રજ્ઞેશ પટેલ ,મનીષનાયક , મહેન્દ્ર જોષી વગેરે નગરપાલિકા ના તમામ સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ તેમજ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી
રિપોર્ટ : પંકજ જોષી (બીલીમોરા )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300