આહવાના વઘઇ એસ.ટી. પોઇન્ટ ખાતે મુસાફર જાગૃતિ અભિયાનનું આયોજન

ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વહિવટી કાર્ય ઉપરાંત નિગમ નાં હિત અન્વયે અન્ય જાહેર કાર્યોની કામગીરીનાં ભાગરૂપે વઘઇ એસ ટી કંટ્રોલ પોઈન્ટ ખાતે એસ.ટી.નાં માનવતા મુસાફરો ને સંભોધન થકી નિગમ ની પ્રસ્થાપિત તેમજ કાર્યરત સેવાઓ અને મુસાફરો માટે નિગમ દ્વારા વિવિધ યોજનાઓ અન્વયે જાગૃતતા લાવવા હેતુથી એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભૂતપૂર્વક શિક્ષક શ્રી રામુભાઇ સોનુભાઈ પટેલ અને શ્રીમતી તારાબેન કાળુભાઈ પટેલ રાજ્ય તેમજ રાષ્ટ્રિય પારિતોષિક પુરસ્કાર વિજેતા શિક્ષકોને આમંત્રણ પાઠવી તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આમંત્રિત મહેમાનો દ્વારા એસ.ટી.ની જાહેર પરિવહન સેવાઓ અને મુસાફર લક્ષિ વિવિધ યોજનાઓનું માર્ગદર્શન પુરુ પાડી ખાનગી વાહનોનો ઉપયોગ ન કરી એસ ટી બસોની સેવાઓનો લાભ લેવા જાહેર મુસાફર જનતા ને આહવાન કર્યું હતું તેમજ ડેપો મેનેજર આહવા દ્વારા ટેકનોલોજી સાથે તાલ મિલાવી પ્રગતિનાં પંથે આગળ વધતી ગુજરાત એસટીમાં ડિજિટલ સેવાઓ તેમજ આધુનિક એસ ટી વિશે જાહેર મુસાફરોને માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. આમંત્રિત મેહમાનનો દ્વારા રાજ્યનાં ૧૦૦ %આદિવાસી વસ્તી ધરાવતું ડાંગ જિલ્લામાં એસટી ડેપો આહવાની પરિવહન સેવાઓને બિરદાવી એસ ટી નાં તમામ કર્મચારીઓનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમ માં વઘઇ નગરના અગ્રણી શ્રી પંકજ ભાઈ પટેલ તેમજ અન્ય નગરજનો અને મુસાફરો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)