ભવનાથ શિવરાત્રી મેળા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા મેળા બંદોબસ્ત તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ.
જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં આવતા માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે. ઘણીવાર છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના લોકો ઘર ત્યાગ કરીને પણ નાસી જવાના બનાવો બને છે. ઉપરાંત, ઘણી વખત બાળકોને કુટુંબીજનો દ્વારા ઠપકો આપવાથી ઘરેથી જતા રહેવાના બાનાવો પણ બનતા રહેતા હોય છે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષક સૌરભ સિંઘ દ્વારા શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી. ધોકડીયા, એચ.વી.રાઠોડ, કે.કે.મારું, તથા સ્ટાફના હે.કો. ભીમભાઈ, જયંતીભાઈ, યુસુફભાઈ, જૈતાભાઈ, ગીરુભા, મુકેશભાઈ, નારણભાઇ, જૈતાભાઈ, ભદ્રેશભાઈ, આઝાદસિંહ, સહિતના સ્ટાફ *ખાસ ખોયા પાયા ટીમ બનાવી મેળામાં આવતા લોકોની મદદ કરવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં પોલીસ સ્ટાફને (1) હિરલબેન ખીમાભાઈ ચરણ ઉવ. 60 રહે. ટુવા ગામ ગોધરા પંચમહાલ, (2) રસિયાભાઈ મુળજીભાઈ વસાવા ઉવ. 63 રહે. ડભાલ તા. ઝઘડીયા જી. ભરૂચ, (3) રણછોડભાઈ મોહનભાઇ પરમાર ઉવ. રહે. ગામ હેડલા જી. પાટણ, (4) નેહલ જયરાજભાઈ રહે. બોટાદ ઉવ. 03 રહે. બોટાદ, (5) છોટાલાલ ખેંગારભાઈ ગોહેલ ઉવ. રહે. ગોમતીપુર અમદાવાદ, (6) સુનિલ રંગેશભાઈ લાડવા ઉવ. રહે. ગળોદર તા. ધોરાજી, (7) લક્ષ્મીબેન નરેન્દ્રભાઇ યુવી. 48 રહે. અમરાઈવાડી, અમદાવાદ, (8) નીતાબેન કદુભાઈ રાઠવા યુવી. 18 રહે. વાડોદર તથા (9) પૂજાબેન શિવાભાઈ ખવાસિયા રહે. મધ્યપ્રદેશ સહિતના વધુ અસંખ્ય ખોવાયેલા ગુમ થયેલા બાળકો વૃદ્ધો તથા મહિલાઓને પોત પોતાના કુટુંબ સાથે મેળામાં ફરવા આવેલ હતા. મેળામાં ફરતા ફરતા પોતાના સ્વજનથી વિખૂટી પડી જતાં, બંદોબસ્તમાં રહેલ પોલીસને મળેલ હતા. ભવનાથ પોલીસની સ્પેશિયલ બનાવવામાં આવેલ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ, ખાસ ખોયા પાયા ટીમ દ્વારા જૂનાગઢ ડિવિઝન ના પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી. ધોકડીયા, એચ.વી.રાઠોડ, કે.કે.મારું, તથા સ્ટાફના હે.કો. ભીમભાઈ, જયંતીભાઈ, રામદેભાઈ, યુસુફભાઈ, જૈતાભાઈ, ગીરુભા, મુકેશભાઈ, નારણભાઇ, જૈતાભાઈ, ભદ્રેશભાઈ, આઝાદસિંહ, તથા ખોયાપાયા ટીમ દ્વારા ગુમ થયા બાદ ગણતરીના કલાકોમાં ગુમ થયેલા બાળકો/વૃદ્ધના પરિવારજનોને શોધી, પોલીસ સ્ટેશન બોલાવી, ગુમ થયેલ બાળકો તથા વૃદ્ધોને સોંપવામાં આવેલ.
પોતાના ગુમ થયેલ બાળકની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના બાળકો અને વડીલોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા બનાવવામાં આવેલ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા ભાવનાથ ખાતેના શિવરાત્રી મેળામાં પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ