ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે મિલકત વિરુદ્ધના ગુન્હાઓ કરવા બાબતે શકમંદ આરોપીની ધરપકડ

જૂનાગઢ જિલ્લાના હાલ મહા શિવરાત્રી મેળો ચાલુ હોય જે મેળા બંદોબસ્તમાં જૂનાગઢ વિભાગ, જૂનાગઢના ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સેલના પી.એસ.આઇ. અજિત નંદાણીયા, એ.એસ.આઇ. પ્રતીક મશરું, પો.કોન્સ. વિમલભાઈ ભાયાણી દ્વારા મહા શિવરાત્રી મેળા બંદોબસ્ત દરમ્યાન ખિસ્સા કાતરું, મોબાઈલ ચોરી તથા દારૂ પીધેલ વિગેરે માં પકડાયેલ આરોપીની વિગત મેળવવા પોકેટ કોપ એપ્લિકેશનન ઉપયોગ કરવામાં આવેલ હતો.
તાજેતરમાં મહા શિવરાત્રી મેળા બંદોબસ્ત દરમ્યાન ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે મિલકત વિરુદ્ધના ગુન્હાઓ કરવા બાબતે શકમંદ આરોપી અમુભાઈ મસરીભાઈ પરમાર જાતે દલિત ઉવ. 40 રહે. વાડલા તા.માંગરોળ જિલ્લો જૂનાગઢ તથા આરોપી પીન્ટુ રમેશભાઈ મકવાણા જાતે દેવીપૂજક ઉવ. 20 રહે. આજી ડેમ ચોકડી, રાજકોટને પકડી પાડી ધરપકડ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપી અમુભાઈ મસરિભાઈ પરમાર તથા પીન્ટુ રમેશભાઈ મકવાણા જાતે દેવીપૂજકની પૂછપરછ કરતા, આ આરોપીએ ભૂતકાળમાં ગુન્હા કરેલા નથી, પોતે ક્યાંય પકડાયેલ નહિ હોવાની તેમજ પોલીસમાં પહેલીવાર જ પકડાયેલાની કબૂલાત કરવામાં આવેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એસપી કચેરીના ટેકનિકલ સેલના પી.એસ.આઇ. અજિત નંદાણીયા, એ.એસ.આઇ. પ્રતીક મશરું, પો.કોન્સ. વિમલભાઈ ભાયાણી દ્વારા પકડાયેલ બંને આરોપીઓ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આરોપી દ્વારા આચરવામાં આવેલા ગુન્હાની સંપૂર્ણ વિગતો મળી આવેલ હતી.
પકડાયેલા આરોપી અમુભાઈ મસરિભાઇ પરમાર જાતે દલિત, જૂનાગઢ જિલ્લાના શીલ પોલીસ સ્ટેશન ખાતે સને 2015 થી 2017ની સાલ દરમિયાનમાં રાયોટિંગ, મારામારી, દારૂ વેચવાના તથા દારુ પીધેલા કુલ 16 જેટલા ગુન્હામાં/કેસમાં પકડાયેલા તેમજ હદપાર થયેલા હોવાની તેમજ આરોપી પીન્ટુ રમેશભાઈ પરમાર દેવીપૂજક મોબાઈલ ચોરી, પાકીટ ચોરી, પીધેલા, શકમંદ સહિતના મહેસાણા, રાજકોટ રૂરલ, મોરબી, અમદાવાદ રૂરલ, ખેડા, મહેસાણા, બનાસકાંઠા, દાહોદ, આણંદ, સહિતના નવ જિલ્લાઓમાં 21 ગુન્હાઓના પકડાયેલા આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની તેમજ તેના વિરુદ્ધ અટકાયતી પગલાંઓ પણ લેવામાં આવેલ હોવાની વિગતો પોકેટ્ટ કોપ એપ્લિકેશન મારફતે તપાસ કરવામાં આવતા, માહિતી આંગળીના ટેરવે પોલીસને હાથ લાગી ગયેલ હતી.
આ બધી જ વિગતો પોકેટ કોપ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલ સ્માર્ટ ફોનની એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા પૉકેટ કોપ મારફતે પકડાયેલ આરોપીઓ પોતાના ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પણ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા પોલીસે તેની પોલ ખોલી નાખેલ હતી…! આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જુનાગઢ બ્યુરો ચીફ