ધારીના સરસીયા ગામે જન કલ્યાણ લોક સેવા સમિતી દ્વારા સહાય અર્પણ કરવામાં આવી

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરસીયા ગામે જન કલ્યાણ લોક સેવા સમિતી દ્વારા આજરોજ સહાય અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત એવા સદ્દામ ભાઈ મકરાણી, નરભેરામ ભાઈ જોગેલ તેમજ જિલ્લા ન્યાય સમિતીના ચેરમેન રાજુ ભાઈ દામોદરાની હાજરીમાં સ્વર્ગવાસી જયાબેન શ્રીમાળીના પરિવારને રૂપિયા ૫૧૦૦ રોકડ રકમ અર્પણ કરવામાં આવી હતી ત્યારે આ સંસ્થા દ્વારા અવાર નવાર આવી સેવાના કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ સંસ્થા છેલ્લા ૧૦ વર્ષ થી આ લોક ઉપયોગી અને ખુબજ સુંદર સેવાકીય કાર્ય કરી રહ્યું છે. ત્યારે આ પ્રસંગે મનોજ ભાઈ તેમજ ભાવના બેન ભટ્ટ દ્વારા લોકો ને પણ આતકે ખાસ અપીલ કરવામાં આવી કે આ સંસ્થા માં વધુ માં વધુ લોકો જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી તેમજ ટુંક સમય ની અંદર જિલ્લા ભર ના તમામ ગામડાઓને પણ આવરી લેવામાં આવશે. આ સેવાકીય કાર્યમાં ખુબજ બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભાઈઓ તથા બહેનો હજાર રહ્યા હતા.
રિપોર્ટ : પ્રતાપભાઈ ધારી (અમરેલી)