રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળને પગલે યાર્ડના સત્તાધીશો-વેપારીઓ-મજૂર અગ્રણીઓની બેઠકમાં સામસામે આક્ષેપો

બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે પણ હડતાળ યથાવત છે. હડતાળને પગલે યાર્ડના સત્તાધીશો, વેપારીઓ અને મજૂર અગ્રણીઓની બેઠકમાં સામસામે આક્ષેપો થયા હતા અને સામસામે બોલાચાલી થતાં હોબાળો મચી ગયો હતો. એક તરફ જળકુંભી દૂર કરવાની કામગીરી શરૂ થઇ છે. અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વેપારીઓ પોતાના પર થયેલા કેસો પાછા ખેંચવાની માંગ ઉપર અડગ છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ડી. કે. સખીયાએ જણાવ્યું હતું. કે, વેપારીઓ પર થયેલા કેસો પાછા ખેંચવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)