ગેરકાયદેસર વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર તમાકુ ઉત્પાદન તેમજ ગેરકાયદેસર સિગરેટ પ્રવૃત્તિઓ આટકાવવાની સુચના આપી હોય. જે અનુસંધાને પ્રદિપસિંહ ગોહિલ તથા કુષ્ણસિંહ જાડેજાને મળેલી હકીકત બાતમીના આધારે રાજકોટ કરણપરા મેઈન રોડ. શિવમ હોટલની બાજુમાં ભાવેશ માકૅટીંગ તથા મેજીક માકૅટીંગ નામની એજન્સીઓમાંથી આરોપીઓને અટક કરી છે.
આરોપી
- ભાવેશ મુકુંદભાઈ બોસમીયા. ઉ.૨૮ રહે. ગાંધીગ્રામ નાણાવટી ચોક. સત્યનારાયણ શેરી.૨ રાજકોટ.
- જયેશભાઈ રતીલાલ કારિયા. ઉ.૪૭ રહે. કરણપરા શેરી.૧૦ રાજકોટ
મુદામાલ
વિદેશી સિગારેટ ના અલગ અલગ બ્રાન્ડના બોક્સ કુલ.૧૭૪ કિ.૭૧.૮૧૦ નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર જયદિપસિંહ સરવૈયા તથા એમ.એસ.અંસારી તથા ભુપતભાઈ રબારી તથા પ્રદિપસિંહ ગોહિલ તથા કુષ્ણસિંહ જાડેજા તથા વિજેન્દ્રસિંહ ઝાલા તથા ફિરોજભાઈ રાઠોડ તથા જીતુભા ઝાલા તથા સુધિરસિંહ જાડેજા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)