માધવપુર ખાતે પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની હોટેલ માધવ શિવ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન

માધવપુર ઘેડ એ નાનકડું એવું સરસ મજાનું ગામ છે ઐતિહાસિક રીતે અતિ મહત્વ ધરાવતું આ એક ગામ છે કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ રૂક્ષ્મણીજી સાથે વિવાહ કર્યા હતા ત્યારથી લઈને આજ સુધી અહીં દર ચૈત્ર માસમાં પરંપરાગત મેળાનું ખુબ જ સુંદર આયોજન થતું હોય છે અને લોકો પણ હોશે હોશે આ મેળાનો લાભ લેતા હોય છે તેવી આ પવિત્ર અને પાવન ધરતી પર ખૂબ જ સેવાભાવી તરીકે જેમનું નામ દૂર દૂર સુધી લેવામાં આવતું હોય છે એવા પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ની હોટેલ માધવ & શિવ રેસ્ટોરન્ટ નું શિવરાત્રીના પવિત્ર અને પાવન દિવસે ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા જવાહરભાઈ ચાવડા ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
માધવપુર ઘેડ એ ઐતિહાસિક રીતે અતિ મહત્વ ધરાવતું આ ગામ છે અહીં લોકો પરિવાર સાથે કે ગ્રુપ સાથે ફરવા નીકળ્યા હોય કે શાળા કોલેજ કે વ્યવસાયિક ટુર હોય અહીં અબાલ-વૃદ્ધ અને જુદીજુદી રુચિ ધરાવતી વ્યક્તિઓને તેમને મજા આવે અને જ્ઞાનવૃદ્ધિ થાય તેવું બધું જ એકી સાથે માધવપુર ઘેડમાં છે ઇતિહાસવિદો અભ્યાસુઓ તથા પ્રચાર પ્રસાર માધ્યમો મને પણ અહીંથી રસપ્રદ વિવેચનાત્મક માહિતી સાદ્દેશ્ય મળી શકે છે.
પરંતુ અહીંયા કોઈ પણ જાતની સુવિધા ન મળવાના કારણે પ્રવાસીઓ ખૂબ જ હેરાન થતા રહેતા હતા એ બાબતનો ખ્યાલ ખૂબ જ સેવાભાવી અને લોક ઉપયોગી કામો માટે સતત અને સતત દોડતા રહેતા એવા પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા ના ધ્યાને આવતા જ બહારથી આવતા પ્રવાસીઓને અનેક સુવિધાઓ ની અગવડતાઓ પડીરહી હતી એ તમામ સુવિધાનો ખ્યાલ રાખી આ સુંદર મજાની હોટેલ માધવ & શિવ રેસ્ટોરન્ટ નો ભવ્ય પ્રારંભ કર્યો છે
માધવપુરની પવિત્ર અને પાવન આ ધરતી પર 12 મી સદીનું પ્રાચીન મંદિર દરિયાકિનારે આજે પણ ઊભું છે મહાપ્રભુજીની બેઠક પણ અહીં મધુવનમાં છે અને ભગવાન શ્રીકૃષ્ણના પગલાં પણ અહીંયાના મંદિરમાં છે એવી પવિત્ર અને પાવન ધરતી પર આ સુંદર મજાની હોટેલ માધવ & શિવ રેસ્ટોરન્ટ નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમનું ખુબજ સુંદર સંચાલન જેમની હાજરી માત્રથી કોઈપણ કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જતા હોય છે એવા જાણીતા ઉદઘોષક અને નગર સ્વર શ્રી રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉદ્ઘાટન સમારંભમાં ખાસ ઉપસ્થિત એવા મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા, શ્રી જવાહરભાઈ ચાવડા,જુનાગઢ સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયા, દેવાભાઈ માલમ, બાબુભાઇ વાજા, કાંધલભાઈ જાડેજા, જિ. પં. પ્રમુખ પોરબંદર નિલેશભાઈ મોરી, જિ.પં. પ્રમુખ જુનાગઢ સેજા ભાઈ કરમટા,પૂર્વ મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા,પૂર્વ ધારાસભ્ય શ્રી ઓ સહિત અનેક રાજકીય આગેવાનો અગ્રણીઓ અને કાર્ય કરો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
જુનાગઢ બ્યુરો ચીફ