ડાંગના યુવાનોએ વારલી ચિત્રકળાને રોજગારીનુ સાધન બનાવ્યું

વારલી ચિત્ર કળા એ સહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તર ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ડાંગ, વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પૈકીની વારલી જાતિ (કુકણા)ના લોકોની પરંપરાગત ચિત્રકળા લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે ડાંગ જિલ્લાના ઘોડી ગામેે રહેતા અરવિંદભાઈ એ આ કળા દાદા પાસેથી શીખી ને આ જ કળા ને પોતાની રોજગારીનું સાધન બનાવી લીધી છે તેઓ લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે.
પ્રાચીન કાળની ચિત્રકળા, હાલના સમયમાં આધુનિકતાને કારણે ધીરે ધીરે લુપ્ત થતી હોવાનું જાણવા મળે છે. ત્યારે આ કળાને જીવંત રાખવા માટે તેઓ અન્ય લોકોને પણ શીખવી રહ્યા છે. હાલ તેમની પાસે શીખી ને તૈયાર થયેલા પાંચ યુવાનો છે વારલી પેઈન્ટિંગ માં નિપુણ પામેલ અરવિંદભાઈ સરકારી મોટા કાર્યક્રમો તેમજ કેનવાસ પર વારલી પેન્ટિંગ નું ઓજસ પાથરે છે અને સારી એવી કમાણી કરે છે. અરવિંદભાઈ વારલી પેઈન્ટિંગ માં ત્રિકોણ, ચોરસ, વર્તુળ જેવા પાયાના આકારનો ઉપયોગ કરી સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, પ્રાણીઓ, પક્ષીઓ માણસ, નદી, સરોવર, પર્વતના ચિત્રો બનાવવામાં આવે છે. નૃત્ય, લગ્ન, તહેવાર-ઉજવણી, ધાર્મિક પૂજા, ખેતીકામ જેવા પ્રસંગોનું નિરુપણ કરતાં ચિત્રો દોરેે છે.
વનરાજ પવાર (ડાંગ)