મેંદરડા : વલ્લભનગર અંબાળા ડેડકીયાળ અમરાપુર જલંધર રોડ અતી બિસ્માર

મેંદરડા : વલ્લભનગર અંબાળા ડેડકીયાળ અમરાપુર જલંધર રોડ અતી બિસ્માર
મેંદરડા જલંધર આશરે ૨૦ કી.મી રોડ એટલો ખરાબ છે કે આ રોડ પર થી પસાર થતા કોઈ મહીલા ને ડીલીવરી થય જાય તો નવાઈ નહી
તાલુકાના વલ્લભનગર,અંબાળા , ડેડકિયાળી ચાંદ્રાવાડી, અમરાપુર, રાણીધાર,ઞુંદિયારી,જલંધર સહિત ના ગામ ના લોકો ને પારાવાર મહા મુસીબત નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાહન ચાલકો સહિતના લોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયેલો છે
મેંદરડા થી જલંધર રોડ રસ્તા ની આ ભ્રષ્ટ શાસકો,નેતાઓ સહિતનાઓને સંપૂર્ણ માહિતી હોવા છતાં ઈરાદાપૂર્વક કામગીરી કરવામાં આવતી નથી ભાજપ સરકાર વિકાસની વાતો કરી રહી છે તેવા તમામ આક્ષેપો દિનેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે
ત્યારે ઞીર ગ્રામ્ય વિસ્તાર ના રોડ મા રોડ કયાય દેખાતો નથી જ્યારે આ રોડ પર વાહન ચાલકો જતા હોય ત્યારે ખાડા માં રોડ ગરકાવ થયેલ હોય તેવુ લાગી રહ્યુ છે રોડ ક્યાં ગયો દેખાતો જ નથી સતા પક્ષના નેતાઓ અને મેંદરડા માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણી ચુંટણી જીતી ને ગયાં પછી એક વખત પણ ઞીર ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો નથી
આ ગ્રામ્ય વિસ્તાર ના લોકો ની હાલાકી જોવા માટે ટાઈમ નથી આ ગ્રામ્ય વિસ્તાર ની સાચી પરિસ્થિતિ થી ધારાસભ્ય સંપૂર્ણ તમામ માહીતી થી વાકેફ હોવાં છતાં આંખ આડા કાન કરી તમાશો જોઈ રહ્યા છે
મેંદરડા થી જલંધર રોડ ની વારંવાર રજુવાત કરવા છતા આજસુધી રોડમા સમારકામ કરવા આવ્યુ નથી જે રોડ રસ્તા ના કામો કરતાં અધિકારીઓ પદાધિકારીઓ એક નૈતિક ફરજ સમજીને લોકો ને થતી હાલાકી નો ચિતાર મેળવવાં નો પ્રયત્ન કરવામાં આવેલ નથી
લોકો ભયંકર હાલાકી ભોગવવી રહ્યા છે રોડ પર એક દોઢ ફૂટ ના ખાડાઓ પડી ગયાં છે જ્યાંરે ચોમાસુ સારુ થાસે અને વરસાદ પડસે ત્યારે લોકો ની હાલાકી વધારે મા વધારે ખરાબ થશે
ત્યારે આ બાબતે તમામ ગામના લોકોની મુશ્કેલી હલ કરવા માટે અંબાળા ના ખેડૂત દિનેશ પટેલ દ્વારા વલ્લભનગર અંબાળા ડેડકિયાળી ચાંદ્રાવાડી અમરાપુર રાણીધાર ઞુંદિયારી જલંધર સહિત ના લોકો ને આ પરિસ્થિતિ માથી છુટાકારો અપાવવા માટે તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવવા માં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે
હાલ રોડ ની હાલત એટલી ખરાબ છે કે થીંગડાં કે રીપેરીંગ કરી શકાય તેમ નથી માટે તાત્કાલિક ધોરણે રોડ નવો બનાવવામાં આવે તેવી માગણી ઊઠવા પામી છે
હવે આ વિસ્તાર ના લોકોએ જોવાનું એજ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે છે કે કેમ એતો હવે લોકોએ જોવાનું જ રહ્યું
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300