રાધનપુરમા પોલીસ બની સતર્ક,રાધનપુર પોલીસની પેટ્રોલિંગ દરમિયાન રેઇડ

રાધનપુરમા પોલીસ બની સતર્ક,રાધનપુર પોલીસની પેટ્રોલિંગ દરમિયાન રેઇડ
Spread the love

રાધનપુરમા રહેણાંક મકાને દેશીદારૂ વેચાણ કરતા મહિલા સામે ફરિયાદ નોંધાઈ..

રાધનપુરમા પોલીસ બની સતર્ક,રાધનપુર પોલીસની પેટ્રોલિંગ દરમિયાન રેઇડ…

રાધનપુરના મંડાઈ ચોકી વિસ્તારમાં પ્રોહી લગત પોલીસ પેટ્રોલિંગમાં હતા જે દરમ્યાન રાધનપુર મોટા ઠાકોર વાસમાં બાતમીના આધારે રેડ કરતા શારદાબેન બળવતજી ઠાકોર રહે-રાધનપુર મોટો ઠાકોરવાસ તા-રાધનપુર જી-પાટણ વાળી પોતાના રહેણાંક ઘરે દેશીદારૂ રાખી, ગાળી દારુનું વેચાણ કરતા ઝડપાયા હતા.
બાતમી હકીકતવાળી જગ્યાએ .તા.૧૮/૦૩/૨૦૨૫ ના રોજ પ્રોહી રેઇડ કરતા બાતમી હકીકત વાળા ઘરે આવતા સદરી નું ઘર ખુલ્લુ હોઇ અને સદરીના ઘરે એક સ્ત્રી ઈસમ હાજર હોઇ જેથી તેને સાથે રાખી સદરીના રહેણાંક ઘરે પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતાં સદરીના ઘરની બાજુમાં આવેલ ઢાળીમાં તપાસ કરતા ૫૦ લીટર ક્ષમતાનો પ્લાસ્ટીકનો કેરબા નંગ-૦૧ મળી આવેલ હોઇ જેનુ ઢાંકણ પંચો રુબરુ ખોલી જોતાં જેમાં કથ્થાઇ કલરનુ પ્રવાહી ભરેલ હોઇ જે પંચો રૂબરૂ સુધી સુંધાડી જોતાં જેમાં દેશીદારૂ ગાળવાના વોસની પુષ્કળ વાસ આવતી હોઈ જે કેરબા નંગ-૦૧ મા આશરે ૫૦ લીટર વોસ ભરેલ છે જે એક લીટર વોસની કિ.રૂ.૨ ૫/- લેખે કુલ મળી આવેલ વોસ લીટર ૫૦ કી.રૂ.૧૨૫૦/- નો ગણાય જેથી સદર કેરબામાંથી થોડો વોસ લઈ એક કાચ ની શીશીમાં ૧૮૦ મી.લી જેટલો ભરી લઇ શીશીનુ બુચ બંધ કરી તેના પર પો.ઇન્સ રાધનપુર પો.સ્ટે.ના માર્કાનું પાકુ શીલ કરી લઇ સેમ્પલની શીશી કિં.રૂ.૦૦/૦૦ ની ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. તથા બાકીનો વોસ સાચવી શકાય તેમ ન હોઇ જેથી પંચો રૂબરૂ સ્થળ ઉપર નાશ કરેલ છે જે લગતનુ વિગતવારનુ ઈ સાક્ષ્ય(ડીજીટલ)પંચનામુ સાથેના અ.હેડ. કોન્સ. મેરાજભાઈ સેંધાભાઈ નાઓએ કલાક.૧૫/૦૦ થી કલાક. ૧૫/૩૦ વાગ્યા સુધીનું કરી લીધેલ છે.
જેથી શારદાબેન બળવતજી ઠાકોર ઉ.વ.૪૮ રહે-રાધનપુર મોટો ઠાકોરવાસ તા-રાધનપુર જી-પાટ ણ વાળી પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘરની બાજુમાં આવેલ ઢાળીમાં તપાસ કરતા ગે.કા.વગર પાસ પરમીટનો દે શી દારૂ ગાળવાનો વોસ લીટર ૫૦ કી.રૂ.૧૨૫૦/- નો રાખી પોલીસ રેઈડ દરમ્યાન હાજર મળી આવેલ હોઈ તેના વિરૂ ધ્ધમાં પ્રોહિ એક્ટ કલમ-૬૫(એફ) મુજબ ધોરણસર થવા રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

રિપોર્ટ :અનિલ રામાનુજ. પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!