રાજપીપળા : ખુંટાઅંબા ગામે વિશાલ ખાડી ગામના વળાંક પાસે થયેલ અકસ્માતમાં ચારના મોત

રાજપીપળા : ખુંટાઅંબા ગામે વિશાલ ખાડી ગામના વળાંક પાસે થયેલ અકસ્માતમાં ચારના મોત
Spread the love

ગઈકાલે ખુંટાઆંબા ગામે વિશાલ ખાડી ગામના વળાંક પાસે ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માત માં ચારના મોત નિપજ્તા ટ્રકચાલકે રાજપીપળા પોલીસ મથકમાં અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી બાપુ દગા કોલી (રહે, રનઈચે તા. અમલનેર જી. જલગાવ મહારાષ્ટ્ર) એ મરનાર આરોપી નંદકિશોર સંપત નિર્મલ (રહે, નિર્મલપીપરી તા.રહાટા જી.અહેમદનગર મહારાષ્ટ્ર )ના સામે ફરિયાદ કરી છે.

ફરિયાદમાં મરનાર નંદકિશોર એ પોતાના કબજાની ફોર વ્હીલ કાર નંબર એમેચ 17 એ ઝેડ 457 અને પુર ઝડપે અને બેફિકરાઈથી હંકારી લાવી ફરિયાદી બાપુ દગા કોલી ની ટ્રક નંબર એમએચ 18 એજે 8709 ની સાથે આગળના ભાગે એકસીડન્ટ કરી પોતાને તથા ગાડીમાં બેસી બીજા ત્રણ વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજા પહોંચાડી સ્થળ પર જ મોત નિપજયા ની ફરિયાદ દાખલ કરી હતી.

ગઈકાલે ખુટાઆંબા પાસે ભુક્કો બોલી ગયેલી કારને ક્રેનની મદદથી રસ્તા પરથી હટાવતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ ક્રેનને બોલાવવા પણ ફોન લાગતા ન હોવાથી ક્રેન પણ મોડે થી આવતા રસ્તા વચ્ચે કારને ટ્રાફિક જામ થઇ ગયો હતો અને આવ્યા પછી કારને ક્રેનથી ઉચકીને હટાવી હતી. તેમાં પણ કનેક્ટિવિટી નું ગ્રહણ નડ્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!