કડીમાં બેફામ તસ્કર રાજ : એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટ્યા…!

કડી શહેરમાં બે જુદી જુદી જગ્યાએ ચોરીના બનાવો બન્યા છે જેમાં અલદેસણ રોડ ઉપર આવેલ ખ્વાજા પાર્ક સોસાયટીના બે મકાન અને સંતરામ સીટી સોસાયટીના બે મકાનમાં રવિવાર રાત્રે તસ્કરોએ હાથ ફેરો કર્યો છે.
કડી શહેરમાં એક જ રાતમાં ચાર મકાન તૂટતાં પોલીસ નું નાઈટ પેટ્રોલિંગ શંકાના ડાયરામાં આવી ગયું છે
મકાન માલિકો સામાજિક પ્રસંગે બહાર ગામ ગયા હોવાનો લાભ ઉઠાવી રવિવારે રાત્રીના સમયે ખ્વાજા પાર્ક સોસાયટીમાં ઉદ્યોગ નગરમાં ભંગાર ના વેપારી મહેબૂબ રસુલભાઈ મનસુરી ના મકાનમાંથી આશરે દોઢ લાખ રૂપિયાના દાગીના અને રોકડ રકમ તથા બીજા મકાનમાંથી સાત હજાર જેટલી રોકડ રકમ ની ચોરી અજાણ્યા ચોરો ચોરી ગયા હતા.
જ્યારે બીજી બાજુ નાનીકડી વિસ્તારમાં આવેલી સંતરામ સીટી સોસાયટીમાં પણ બે મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો જેમાં કલ્પેશભાઈ નાઈ ના મકાનમાંથી 25,000 રોકડ અને એક સોનાના દોરાની ચોરી થયી છે.ચોરી ની જાણ થતાં કડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયી હતી અને પોલીસે સ્થળ તપાસ કરી વધુ તપાસ હાથ ધરી છે.