લોકડાઉનમાં જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની મુખ્ય ૯ પોસ્ટ ઓફિસ ચાલુ રહેશે
કોરોના વાયરસ મહામારી સંદર્ભે લોકોના પોસ્ટ ઓફિસના નાણાકીય વ્યવહારો કાર્યરત રાખવા માટે જૂનાગઢ પોસ્ટ ડિવિઝન હેઠળની મુખ્ય ૯ પોસ્ટ ઓફિસ કાર્યરત રહેશે. જેમાં ૫૦ ટકા સ્ટાફ ફરજ બજાવશે. તેમ આસિસ્ટન્ટ અધિક્ષક પોસ્ટ ભાવેશ પટેલે જણાવ્યું છે. ઉપરાંત બેંક ખાતા ધારકોને પોસ્ટ ઓફિસના કર્મચારી દ્વારા નાણાં ઘરબેઠા મેળવવા પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જે પોસ્ટ ઓફિસ ચાલુ રહેશે તેમાં જૂનાગઢ હેડ પોસ્ટ ઓફીસ અને આઝાદ ચોક પોસ્ટ ઓફિસ, કેશોદ પોસ્ટ ઓફીસ, વેરાવળ મુખ્ય પોસ્ટ ઓફિસ, કોડીનાર મુખ્ય પોસ્ટ ઓફિસ,ઊના મુખ્ય પોસ્ટ ઓફિસ, માળીયા મુખ્ય પોસ્ટ ઓફિસ, તાલાળા પોસ્ટ ઓફિસ અને વિસાવદર પોસ્ટ ઓફિસ નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત લોકડાઊન સ્થિતીમાં જો તમારા બેન્ક ખાતામાંથી નાણાં ઉપાડવા ની જરૂર હોય તો પોસ્ટ ઓફિસ AePS System (આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ) દ્વારા તમારા ઘર આંગણે પોસ્ટ ઓફિસ દ્વારા નિયત કરાયેલ કર્મચારી તમને તમારા બેંક ખાતામાંથી રૂપિયા ૧૦,૦૦૦/ ના ઉપાડની સવલત આપશે. તેના માટે તમારે ૭૯૮૪૮૪૨૪૪૭ મોબાઇલ પર સંપર્ક કરવાનો રહેશે.
બેંક ખાતામાંથી પોસ્ટ ના કર્મચારી પાસેથી નાણાં મેળવવા આધાર નંબર, ઓટીપી માટે લીન્કડ મોબાઇલ ફોન અને તમારી આંગળાની છાપ જરૂરી છે. આ રીતે પોસ્ટના કર્મચારી દ્વારા નાણા મેળવવા એકાઉન્ટ દીઠ મહત્તમ રૂપિયા ૧૦,૦૦૦/ એક દિવસમાં અને જે બેંક ખાતામાંથી ઉપાડ કરવો હોય તે ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે આ માટે ગ્રાહકોએ કોઈ ચાર્જ ચુકવવાનો રહેશે નહીં.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ