પંચમહાલ : ઘોઘાંબાનાં સવપુરા ગ્રામ પંચાયતના 5.30 લાખનાં ભ્રસ્ટાચારનો પર્દાફાશ
- સવપુરા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ તથા તેમના પતિ મૃતકો નાં બોગસ દસ્તાવેજ મૂકી પ્રધાનમન્ત્રી આવાસ નાં નાણા ચાવ કરતાં ચકચાર મચી જવા પામી
- પંચમહાલ જિલ્લાનાં ઘોઘબા તાલુકાના સવપુરા ગ્રામપંચાયતનાં મહિલા સરપંચ અને તેના પતિએ મુતક વ્યક્તિઓ નાં ખોટા – બોગસ દસ્તાવેજો બનાવી ને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 5.30 લાખનો ભ્રસ્ટાચાર નો પર્દાફાર્શ થયો છે
ઘોઘામ્બ તા. સવપુરા ગરમ પંચાયતનાં મૃતક મનુભાઈ સોમાભાઈ 7 જુલાઈ 2014નાં રોજ ગુજરીગયા હતાં. તેઓના વરસાદને મળતો લાભ અટકાવી પોતાની પુત્રીઓનાં નામે તેમના ખાતામાં 80 હજારનાં બે હપ્તા જમા કરાવ્યા હતાં. જયારે રાઠવા ગોડિયા ભાઈ 22ઓગસ્ટ 2018નાં રોજ મરણ થયેલ હોય અને તેમના વરસાદને મળતો લાભ અટકાવી પોતાની પુત્ર લલિતભાઈ કુતરભાઈ રાઠવાનાં ખાતામાં 1.20 લાખ જમા કરાવ્યા. તેમજ 10 મેં 2016નાં રોજ મુત્યુ પામેલા રાઠવા છગનભાઇનાં નાણા સગાના ખાતામાં 1.20 લાખ જમા કરાવ્યા અને મૃતક નાયક દેવાભાઇનાં અવસાના નાણા અન્ય ખાતામાં જમા કરાવીને ઉંચાપત કરી હતી. વધુમાં મળતી માહિતી મુજબ જિલ્લાના વિકાસ અધિકારીએ તાત્કાલિક ધોરણે મહિલા સરપંચ ને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરીયો હતો. સવપુરા ગ્રામપંચાયતના ડે. સરપંચને ચાર્જ સોંપવાનો હુકમ કર્યો હતો.
ઘોઘબા તાલુકાના સવપુરા પંચાયતના મહિલા સરપંચ મન્જુલાબેન કુતરભાઈ રાઠવા અને તેમના પતિ રાઠવા કુતરભાઈ ઠેબરભાઈનાઓએ ભેગામળીને પધાનમંત્રી આવાસ યોજનામાં ગામના મૃત્યુ પામેલા ચાર વ્યક્તિઓ (1) નાયક મનુભાઈ સોમાભાઈ (2) રાઠવા ઢેડીયાભાઈ (3) રાઠવા છગનભાઇ અને (4) નાયક દેવભાઈનાઓના બોગસ દસ્તાવેજો ઉભા કરી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ફાળવ્યા હતાં. જેમાં સરપંચ અને પતિએ આવાસ યોજનાના નાણા 5, 30, 000 રૂપિયા પોતાની દીકરીના નામે જમા કરાવી ઉંચાપત કરી હોવાની અરજી ચૌહાણ દિનેશ કુમારે કરીને સમગ્ર મામલાની તપાસ સ્ટેટ વિજિલન્સ દ્વારા તપાસ કરવાની માંગ કરેલ છે. જો સ્ટેટ વિજિલન્સ ટીમ ઉંડાણ તપાસ હાથ ધરે તો આ મહિલા સરપંચ અને તેઓના પતિઓ કરેલ અનેક એવા ભ્રસ્ટાચારો સામે આવે તેમ છે. શું સ્ટેટ વિજિલન્સ ટીમ ધનિક તપાસ કરશે કે કેમ તે પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)