હાલોલ : બાસ્કા ગામેં સીઆરપીએફના જવાનો તથા પોલીસ સાથે ફ્લેગ માર્ચ યોજાઈ.

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે તેના અંતર્ગતના ભાગ રૂપે આજ રોજ હાલોલ રૂલર પોલીસ સ્ટેશન ના P. I શ્રી જાડેજા સાહેબ એ આજે બાસ્કા ખાતે CRPF જવાન અને પોલીસ સ્ટાફ ને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી હતી બાસ્કા ગામના મેન બજાર રાણાવાસ, મસ્જિદ ફળિયું, મંદિર ફળિયું તેમજ ગામના વિવિધ ફળિયામાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું..
આવનાર દિવસોમાં ચૂંટણી પર્વની સાથે સાથે મુસ્લિમોનું પવિત્ર રમજાન માસ તથા હોળી-ધુળેટી જેવા ધાર્મિક તહેવારો એકસાથે આવતા હોય જેમાં કોઈ પણ પ્રકારનું ઘટનાક્રમ સર્જાય નહીં તેવા હેતુથી અને સર્વ ધર્મના તહેવારો શાંતિ અને સુમેળથી નીવડે તેવી આશાથી હાલોલ પોલીસ સ્ટાફ ના જવાનો તથા સી.આર.પી.એફ ના જવાનો દ્વારા ખડે પગે તડકે તપતો આભ માથે લીધેલ હતું,
રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300