માંગરોળ : મુરલીધર વાડી ખાતે હ્દયરોગ અને જનરલ ફ્રી નિદાન કેમ્પ યોજાયો

શ્રી માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લિ માંગરોળ તથા પ્લેક્ષસ મેડ કેર સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ. રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે મુરલીધર વાડી માં હ્દયરોગ અને જનરલ ફ્રી નિદાન કેમ્પ યોજાયો ગયો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શ્રી માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લિ માંગરોળ અને પ્લેક્ષસ મેડ કેર સુપર સ્પે શીયાલીટી હોસ્પીટલ. રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે તા. 10/03/2024 ના રોજ હ્દય રોગ તથા જનરલ ફ્રી નિદાન કેમ્પ યોજાયો ગયો, જેમાં સૌરાષ્ટ્ર ના પ્રથમ યુરોલોજીસ્ટ ડૉ. સુશીલ કારીયા સાહેબ, ડો. હેમંત વરશનેય સાહેબ ડૉ. નિકુંજ કોટેચા, ડો. કુશલ ઝાલા એ ફ્રી સેવા ઓ આપી, કેમ્પ માં 350 થી 400 જરૂરિયાત મંદ દર્દી ઓ એ લાભ લીધો હતો,કેમ્પ માં ડોક્ટર દ્વારા લખી આપવા માં આવેલ દવા ઓ ફ્રી માં આપવા માં આવેલ તેમજ હાડકા ના ડોક્ટર દ્વારા ચેકઅપ બાદ એક્સ- રે પણ વિના મૂલ્યે કઢાવી આપવા ની વ્યવસ્થા કરી આપવા માં આવેલ, આ કેમ્પ માં સૌ પ્રથમ સંસ્થા ના ચેરમેન શ્રી જેઠાભાઈ નંદાણિયા દ્વારા શબ્દો થી બધા ને આવકાર આપવા માં આવ્યો હતો,ત્યાર બાદ માંગરોળ નગર શ્રેષ્ઠી મેરામણ ભાઈ યાદવ તેમજ ડોક્ટર મિત્રો અને આમંત્રિતો દ્વારા ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રાગટય કરવા માં આવેલ તેમજ તમામ ડોક્ટરરો નું પુષ્પગુચ્છ થી સ્વાગત-સન્માન કરવા માં આવ્યુ,
આ કેમ્પ માં ચેતન ભાઈ કગરાણા,રવિ ભાઈ નંદાણિયા,હરદાસ ભાઈ બારડ, હમીર ભાઈ હડિયા,હરિ ભાઈ સોલંકી, ચા વાલા સાહેબ, વિનુ ભાઈ મેસવાણિયા,નરેશ બાપુ,બાબુ ભાઈ વાજા,જીતુંભાઈ સાલસીયા, રમેશ ભાઈ, શિવમ ચક્ષુદાન સંચાલક નાથા ભાઈ નંદાણિયા રમેશ ભાઈ કરંગીયા, રિટાયર્ડ પી. એસ.આઈ પાંડે સાહેબ, ભીમ ભાઈ નંદાણિયા, દિવ્યેશ ભાઈ વાળા, કે. કે. બલદાણિયા, વેપારી અગ્રણી રામદે ભાઈ ઓડેદરા, ભીમશી ભાઈ પીઠિયા, મનસુખ ભાઈ વૈષ્ણવ તેમજ સંસ્થા ના ડિરેક્ટર એવા માનસિંહ ભાઈ ખેર, ખાન સાહેબ, કાન ભાઈ નંદાણિયા, રાજેન્દ્ર ભાઈ જાદવ, હરદાસ ભાઈ નંદાણિયા, મંડળી ના સભાસદ ઓ, શિક્ષણ ક્ષેત્રે ના હોદેદારો આનંદ ભાઈ તના, અરજણ ભાઈ કરમટા, તેમજ માંગરોળ ના ડોક્ટર મિત્રો, પત્રકાર મિત્રો વિગેરે આગેવાનો, હોદેદારો એ હાજરી આપી હતી, કેમ્પ માં સુ-આયોજન માટે પંકજ ભાઈ રાજપરા ની વિશેસ ઉપસ્થિત રહેલ, કાર્યક્રમ નું એનાઉન્સમેન્ટ જગમાલભાઈ કામળીયા દ્વારા કરવા માં આવેલ, આ કેમ્પ ને સફળ બનાવવા માં સંસ્થા ના મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા તેમજ સ્ટાફ ગણ કૂણાલ ભરડા, ફૈઝાન શેખ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી, અંતે આભાર વિધિ મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા દ્વારા કરવા માં આવેલ
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300