શ્રી ઝાડીયાણા પ્રા.શાળા ખાતે વાનગી સ્પર્ધા યોજાઈ

શ્રી ઝાડીયાણા પ્રા.શાળા ખાતે વાનગી સ્પર્ધા યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની શ્રી ઝાડીયાણા પ્રા.શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે વાનગી સ્પર્ધા (રસોઈ શો) નું આયોજન કરવામાં આવ્યું.. બાળકોને માત્ર જીવિકા લક્ષી શિક્ષણ નહિ પરંતુ જીવન લક્ષી શિક્ષણ મળે અને બાળકોનો સર્વાંગિક વિકાસ થાય એવા શુભ હેતુથી યોજાયેલ રસોઈ શોમાં શાળાના બાળકોની અલગ અલગ 12 ટીમેં ભાગ લીધો… જેમાં વિવિધ વાનગીઓ સેન્ડવીચ, ઢોકળા, સમોસા, ગાજરનો હલવો, ભેળ, પાણીપુરી ,મસાલા ઢોંસા, પુડલા, બાજરીના રોટલા, કચોરી, બટાકા વડા, દાળવડા, દાબેલી, શાક રોટલી સાથે આપણી પરંપરાગત વાનગીઓ લાઈવ બનાવી સ્પર્ધાને જીવંત બનાવી. બાળકોમાં રસોઈ બનાવવાની બાબતમાં આટલું અદ્ભૂત કૌશલ જોઈ નિર્ણાયકો અને મહેમાનો મંત્રમુગ્ધ બન્યા હતા..
આ પ્રસંગે નિર્ણાયક તરીકે શિશુવાટિકા શંખેશ્વરના પ્રધાનાચાર્ય સોનલબેન સુખડીયા, શાળાના શિક્ષિકા દક્ષાબેન ખેર અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્નેહલબા ગઢવીએ ભૂમિકા ભજવી હતી. નિર્ણાયકો દ્વારા સતત નિરીક્ષણ અને પ્રશ્નોત્તરી કરી, સ્વાદ ચાખીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપ્યા હતા.
સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર સ્પર્ધકોને મૂળ અમદાવાદના રહીશ અને હાલ કેનેડા સ્થિત શિક્ષિકા અને સિદ્ધહસ્ત લેખિકા જ્યોતિબેન આચાર્ય દ્વારા ઇનામો આપી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા..
જીવન લક્ષી શિક્ષણના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એક અનોખો અનુભવ સાંપડ્યો હતો. કાર્યક્રમનું સંકલન અને સંચાલન ભગવતદાન ગઢવીએ કર્યું હતું…
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300