ખેડબ્રહ્મા,: આજથી SSC-HSC બોર્ડની પરીક્ષા નો શુભારંભ.

ખેડબ્રહ્મા,: આજથી SSC-HSC બોર્ડની પરીક્ષા નો શુભારંભ.
Spread the love

ખેડબ્રહ્મા,: આજથી SSC-HSC બોર્ડની પરીક્ષા નો શુભારંભ.

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12 ની પરીક્ષા યજ્ઞનો આજે શુભારંભ થયો.


સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે સૌ બાળકોને કુમકુમ તિલક કરી અને પ્રસાદ આપી મીઠું મોઢું કરાવીને પ્રવેશ અપાયો હતો.
કુલ 20 બ્લોકમાં 600 દિકરા દીકરીઓને શાંતિપૂર્વક પરીક્ષા આપે તે માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય સુરેશકુમાર એસ પટેલે બાળકોને કોઈ અગવડતા ન પડે એ માટે દરેક બ્લોક આગળ પીવાના પાણીની વ્યવસ્થા અને મેડિકલ ની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.


સંવાહક આચાર્ય હિતેશ રાવલ પણ આ યજ્ઞમાં જોડાયા છે. ચાલુ વર્ષથી આનંદના સમાચાર તરીકે ખેડબ્રહ્મા તાલુકાનું ધોરણ 12 સાયન્સનું પરીક્ષા સેન્ટર પણ જ્યોતિ વિદ્યાલય ને ફાળવવામાં આવેલ છે. જે બદલ ખેડબ્રહ્મા તાલુકાના વિજ્ઞાન પ્રવાહના દીકરા દીકરીઓને વડાલી કે ઈડર ની જગ્યાએ હવે ખેડબ્રહ્મા ખાતે જ પરીક્ષા આપી રહ્યા છે. જ્યોતિ વિદ્યાલય નો સમગ્ર સ્ટાફ પણ આ પરીક્ષા યજ્ઞમાં જોડાયેલ છે.
ખેડબ્રહ્મા શહેરની શ્રી કે.ટી. હાઈસ્કૂલ ખાતે કન્યા વિદ્યાલય આચાર્ય જસમીનાબેન સંવાહક તરીકે ફરજ બજાવી રહ્યા છે કે.ટી. હાઈસ્કૂલ અને કન્યા વિદ્યાલય ખાતે પણ બોડૅ ની પરીક્ષા ના સેન્ટર ફાળવેલ હોય બાળકો એ શાન્તિ પૂર્ણ માહોલમાં પરિક્ષાઓ આપી હતી.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!