મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત

મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત
◦ પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે છે. અનેક કારણોસર લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. કથા દરમિયાન એક શ્રોતાએ પૂજ્ય બાપુને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં શાળાઓ ઓછી છે અને તેથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તો આપને વિનંતી છે કે આપ સરકારને તથા ઉધોગ જગતના લોકોને અપીલ કરો અને વધુને વધુ શાળાઓનું નિર્માણ થાય તો વટાળ પ્રવુતિઓ અટકે.
◦ પૂજ્ય મોરારીબાપુએ આ વેદનાનો પ્રતિસાદ આપતાં કહ્યું હતું કે એમની પાસે જ્યારે ઉદ્યોગપતિઓ આવશે તો ચોક્કસ નવી શાળાનું નિર્માણ થાય તેવુ કહેશે. એ ઉપરાંત પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જે પણ નવી શાળાનું નિર્માણ થાય તે વખતે પૂજ્ય બાપુનાં શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા પ્રત્યેક શાળા દીઠ રુપિયા એક લાખનું તુલસીપત્ર અર્પણ કરવામાં આવશે. આજની કથામાં ગુજરાત સરકારના ગ્રુહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંધવીની વિશેષ ઉપસ્થિતિ રહી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300