જૂનાગઢમાં અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે

જૂનાગઢમાં અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે
Spread the love

જૂનાગઢમાં અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે

 

જૂનાગઢ : ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નીવીર આર્મી ભરતી રેલી (૨૦૨૫- ૨૦૨૬) ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી, અગ્નીવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ ૧૨ પાસ માટે, અગ્નીવીર ટ્રેડમેન ધોરણ ૮ પાસ તથા ૧૦ પાસ માટે વિવિધ કક્ષા પર ભરતી યોજાવાની છે.

આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે વયજૂથ મર્યાદા તારીખ ૦૧/૧૦/૨૦૦૪ થી તારીખ ૦૧/૦૪/૨૦૦૮ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવારો પાસેથી http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પર આગામી તારીખ ૧૦/૦૪/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા (ONLINE CEE) પ્રથમ આપવાની રહેશે.

આ જાહેરાત અંગે વધુ વિગત http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત આર્મી ભરતી કાર્યાલય જામનગરના ટેલિફોન નંબર ૦૨૮૮- ૨૫૫૦૩૪૬, જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!