જૂનાગઢમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે

જૂનાગઢમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૫/૦૩/૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં આયોજિત બેઠકમાં વ્યાજબી ભાવની અનાજની નવી દુકાનો ખોલવા, અન્ન સલામતી કાયદા અન્વયે પુરવઠા ઉપલબ્ધી, તાલુકા અને જિલ્લા કક્ષાની સમિતિના પ્રશ્નો, અન્ન સલામતી કાયદાના નવા કેસો, ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિ સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા- વિચારણા કરવામાં આવશે.
તેથી સમિતિના તમામ સભ્યોને ઉક્ત બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરાયો છે. તેમ સભ્ય સચિવશ્રી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300