જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝ યોજનાનો લાભ મેળવી શકાશે

જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝ યોજનાનો લાભ મેળવી શકાશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા માટે પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજના હેઠળ વ્યક્તિગત અરજદારોને પ્રોજેકટ ખર્ચના ૩૫% એટલે કે મહત્તમ રૂ. ૧૦.૦૦ લાખ સુધીની સહાય મળવાપાત્ર બને છે. જ્યારે એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વસહાય જૂથોને પ્રોજેકટ ખર્ચના ૩૫% એટલે કે મહત્તમ રૂ.૩.૦૦ કરોડ સુધીની સહાય મળવાપાત્ર બને છે.
જે અંતર્ગત ધાન્ય, ફળ, શાકભાજી, મરીન પ્રોડક્ટ, ડેરી, મરી મસાલા તેમજ તેલીબિયાના મૂલ્યવર્ધનથી થતી બધી ખાદ્ય પ્રોડક્ટસ- આ તમામ વસ્તુઓને આ યોજનામાં આવરી લેવામાં આવે છે. તેથી જૂનાગઢ જિલ્લાના તમામ રસ ધરાવતા નાગરિકો, એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વસહાય જૂથોને પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજના હેઠળ www.pmfme.mofpi.gov.in આ વેબસાઇટ ઉપર અરજી કરવા અંગે જણાવવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે જુનાગઢ જિલ્લા નોડલ અધિકારી -વ- નાયબ બાગાયત નિયામકશ્રી, લઘુ કૃષિ ભવન, નીલમબાગ, જુનાગઢના ફોન નંબર ૦૨૮૫- ૨૬૩૫૦૧૯ પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300