હારીજમાં ન.પા. પર.ઉખ એક્શન મોડમાં સફાઈ અધૂરા કામો પુરા કરવા પાલિકા કર્મીઓને જવાબદારી સોંપાઈ .

હારીજમાં ન.પા. પર.ઉખ એક્શન મોડમાં સફાઈ અધૂરા કામો પુરા કરવા પાલિકા કર્મીઓને જવાબદારી સોંપાઈ .
શહેરમાં તમામ પાયાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લવાસે તેમજ બે જગ્યાએ જાહેર શૌચાલય મુતરડી બનાવાશે -પ્રમુખ
શહેરના દરેક સ્થળની ફરજિયાત સફાઈ પહેલા તથા સફાઈ કર્યા બાદના પુરાવા ફોટા રજૂ કરવા સૂચના અપાઈ..
હારીજ નગર પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરે વિવિધ સમસ્યાઓ હલ કરવા કર્મચારીઓને જવાબદારી સોંપી હતી.
શહેરમાં સફાઈને લઈ પહેલા અને સફાઈ બાદના ફોટા મોકલવા સૂચના આપી હતી
પાલિકા દ્વારા મુખ્ય બજાર,ગુંદિવાળો ખાંચો,એસ બી આઈ રોડ,સોમનાથનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા મુકવા આદેશ કર્યો હતો આ કામગીરી માટે ભુપેન્દ્રભાઈ ને જવાબદારી સોંપવામાં આવી હતી ખાડળી વોટર વર્કસ સંપ ઓવર હેડ ટાંકી કનેક્શન શરૂ કરવી કસમ્પ્રેશર મરાવી પાણી ચાલુ કરવાની જવાબદારી રશ્મિનભાઈ ને આપી હતી
સફાઈ વિભાગ સાંભળતા ગૌતમભાઈને સફાઈ કામગીરીનો રિપોર્ટ પ્રમુખ ચીફ ઓફિસરને આપવા સફાઈ પહેલા સફાઈ બાદ ના ફોટા સાથે રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયાં હતા મહિલા કર્મચારીને બંધ રહેલા ટોયલેટ ફોટા સાથે રિપોર્ટ રજૂ કરી વનરાજ કન્સલ્ટિં સાથે સંકલન કરી રીપેરીંગ કામ હાથ ધરવા સૂચના આપી હતી.
પાલિકા પ્રમુખ ધરતીબેન સચદે ના જણાવ્યા મુજબ શહેરમાં બે નવી જગ્યા નક્કી કરી શૌચાલય મુતરડી બનાવાશે ખાડડી ટ્યુબવેલ ટૂંક સમયમાં શરૂ કરાશે સફાઈના ફરજિયાત રિપોર્ટ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300