મેંદરડા: શ્રી નિજાનંદ સ્કૂલ ખાતે હોળી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા: શ્રી નિજાનંદ સ્કૂલ ખાતે હોળી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવેલ
શાળાના બાળકો સ્ટાફ ટ્રસ્ટી સહીતનાઓ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
મેંદરડા શ્રી નિજાનંદ સ્કૂલ દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય છે તે અંતર્ગત આજરોજ હોળી અને ધુળેટી ના પર્વની ઉજવણી કરવામાં આવેલી હતી
આ ઉજવણી દરમિયાન બાળકો દ્વારા એક ચિત્ર સ્પર્ધાનું પણ ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આબેહૂબ હોલિકા દહન નું ખૂબજ સુંદર ચિત્ર બાળકો દ્વારા બનાવવામાં આવેલ
હોળી એટલે અસત્ય ઉપર સત્યનો વિજય અને ધુળેટી એટલે જેમ અલગ અલગ રંગો હોય છે તેમ જીવનના અલગ અલગ રંગો દ્વારા એક ભાઈચારાની ભાવના સાથે ધામધૂમથી હોળી તેમજ ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવેલ
જેમાં શાળાના ટ્રસ્ટી દિપકભાઈ બલદાણીયા શાળાના આચાર્ય પલ્લવી બેન માવાણી શાળા સ્ટાફ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરી ઉજવણી કરવામાં આવેલ
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300