જૂનાગઢમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ડી.આર.પી. ની ભરતી કરવામાં આવશે

જૂનાગઢમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ડી.આર.પી. ની ભરતી કરવામાં આવશે
Spread the love

જૂનાગઢમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ડી.આર.પી. ની ભરતી કરવામાં આવશે

 

જૂનાગઢ : ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા પી.એમ. ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજના માટે DRP ની નિયુક્તિ કરવામાં આવી રહી છે. જેમાં યોગ્યતાના માપદંડ તરીકે ઈચ્છુક ઉમેદવારો પાસે સ્નાતક અથવા તેને સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. ખાદ્ય પ્રોસેસિંગ, એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ, બેંક સંલગ્નતા અથવા DPR તૈયારીનો અનુભવ/ જ્ઞાન હોવું આવશ્યક છે.

આ ભરતીમાં નિવૃત્ત સરકારી કે બેંક અધિકારીશ્રીઓ, વીમા એજન્ટશ્રીઓ, બેંક મિત્રો અને વ્યક્તિગત વ્યાવસાયિકો અરજી કરી શકે છે. જેમાં DRP તરીકે અરજદારોને અરજી કરવા, DPR તૈયાર કરવા, બેંક લોન અપાવવા, જરૂરી નોંધણી કરાવવા, FSSAI, UDYAM, GST માટે માર્ગદર્શન આપવાનું રહેશે.

જેમાં ચુકવણી ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય (MoFPI) દ્વારા પ્રસિદ્ધ કરાયેલ માર્ગદર્શિકાઓ અનુસાર કરવાની રહેશે. આ ભરતી માટે કોઈ સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી નથી. તેથી આમાં કોઇપણ સમયે અરજી કરી શકાશે. ઉક્ત અરજી કરવા માટે ઈ- મેઈલ [email protected], મોબાઈલ નંબર ૯૫૧૨૨૬૫૬૫૫, ૦૭૯-૨૩૨૪૨૦૮, વેબસાઈટ gaic.gujarat.gov.in પર સંપર્ક સાધી શકાય છે. તેમ જિલ્લા નોડલ અધિકારીશ્રી અને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!