જૂનાગઢ જિલ્લામાં ઘરઘાટીની તમામ માહિતીની સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે

જૂનાગઢ જિલ્લામાં ઘરઘાટીની તમામ માહિતીની સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે
Spread the love

જૂનાગઢ જિલ્લામાં ઘરઘાટીની તમામ માહિતીની સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે

 

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ઘણા ગંભીર ગુનાઓમાં ઘરઘાટીની સંડોવણી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. કેટલાંક કિસ્સાઓમાં વયોવૃદ્ધ નાગરિકો મકાનમાં એકલા રહેતા હોય છે. તેમને ત્યાં ઘરકામ અર્થે રાખેલ ઘરઘાટીઓ પૈકી અમુક ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા હોય, તેમની એકલતાનો લાભ ઉઠાવી નાણાની અથવા અન્ય લાલચમાં આવી જઇ શરીર સંબંધિત કે મિલકત સંબંધિત ગુનાઓ આચરી ફરાર થઈ જતા હોય છે.

આ ઉપરાંત આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ ઈસમો પણ આ રીતે છુપા વેશમાં રહે તેવી શક્યતા નકારી શકાય નહીં. ઘરઘાટીઓ જૂનાગઢ જિલ્લાની બહારના હોય છે અને તેઓ ગુનો આચરીને બહાર જતા રહેતા હોય છે. તેમની માહિતી મકાન માલિક કે પોલીસ પાસે હોતી નથી. પરિણામે તેમને પકડવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જેથી આવા બનાવો બનતા અટકાવવા તથા જૂનાગઢ જિલ્લા વિસ્તારની જાહેર જનતાની સલામતી અને શાંતિ જાળવવા આવા ઘરઘાટીઓના પુરા નામ, સરનામા, ફોટોગ્રાફ્સ, ધંધાકીય પ્રવૃત્તિની વિગત વગેરેની માહિતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ.ચૌધરી, જૂનાગઢ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઘરઘાટીના નામ, સરનામા, ફોટોગ્રાફ્સ, ધંધાકીય પ્રવૃત્તિની વિગત વગેરે માહિતી ઘરમાલિક/ ભાડુઆત દ્વારા ઘરમાલિક/ ભાડુઆતનું નામ/ સરનામું, મોબાઇલ/ ટેલિફોન નંબર, આઇ.ડી.પ્રુફની નકલ ફરજિયાત જોડવી, ઘરઘાટીનું પૂરું નામ, ઉંમર વર્ષ તથા જૂનાગઢ જિલ્લાનું સરનામું તથા મોબાઈલ નંબર, ઘરઘાટીનું મૂળ વતનનું સરનામું, મોબાઈલ નંબર, પોલીસ સ્ટેશનનું નામ, ઘરઘાટીને કામે રાખ્યા તારીખ/ છુટા કર્યાની તારીખ, ઘરઘાટી અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે ઘર માલિકનું/ ભાડુઆતનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઘરઘાટીનો સમયગાળો, ઘરઘાટી કોના રેફરેન્સ/ પરિચયથી કામે રાખેલ છે, તેનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઘરઘાટીના માતા-પિતા ભાઈ-બહેનના પુરા નામ, સરનામા, મોબાઈલ નંબર, ઘરઘાટી પરિણીત હોય તો તેના સાસુ-સસરા, સાળાના નામ, સરનામાં, મોબાઈલ નંબર, ઘરઘાટીનો અભ્યાસ, ઓળખી શકાય તેવી નિશાની, ઘરઘાટીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ- આ મુજબની માહિતી દિવસ- ૦૭ માં સંબંધિત જે-તે પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. તેમજ નવા ઘરઘાટીને કામ પર રાખ્યાની તથા જુના ઘરઘાટીને છૂટા કર્યાની તારીખથી ૪૮ કલાક અંદર સંબંધિત જે-તે પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.

ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તારીખ ૦૬-૦૫-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર નિયમ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!