કાગધામ મજાદર ખાતે બુધવારે મોરારીબાપુની નિશ્રામાં કાગઉત્સવનું આયોજન

કાગધામ મજાદર ખાતે બુધવારે મોરારીબાપુની નિશ્રામાં કાગઉત્સવનું આયોજન
Spread the love

કાગધામ મજાદર ખાતે બુધવારે મોરારીબાપુની નિશ્રામાં કાગઉત્સવનું આયોજન

પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગની જન્મભૂમિમાં કાગઉત્સવ સાથે *કવિ કાગ* એવોર્ડ એનાયત થશે

સતત 23માં વર્ષે પ્રતિવર્ષ મુજબ પુ.કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની ૪૭ પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુ.મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાયા છે .જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થશે.
ચાલુ વર્ષ પૂજ્ય કાગબાપુની ૪૭ મી પુણ્યતિથિ નિમિતે ઘોષિત થયેલ કાર્યક્રમ મુજબ તા.13/03/2024 ને બુધવારે બપોરે 3 થી 6 સુધી પુ. મોરારીબાપુના સાનિધ્યમાં “કાગ ના ફળિયે કાગ ની વાતું“ વિષય અંતર્ગત શ્રી પ્રવિણભાઇ લહેરીનું વક્તવ્ય રહેશે. પૂ. બાપુનું પણ પ્રાસંગિક પ્રવચન થશે.આ કાર્યક્રમનું સંકલન ચારણી સાહિત્ય ,સંતવાણી અને લોક સાહિત્યના મર્મજ્ઞ ડો. બળવંત જાની સાંભળશે.

અહી રાત્રીના 8.30 કલાકે કાગ પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત થશે. રાત્રે 9 કલાકે પૂ.મોરારીબાપુ પ્રેરિત,
પુ. મોરારીબાપુના વરદ હસ્તે કવિ કાગ એવોર્ડથી વંદના થશે.આ પરંપરામાં આ વર્ષે દિવંગત સ્વ.મનુભાઈ જોધાણી , શ્રી દેવરાજભાઈ ગઢવી, શ્રી રાજુલ દવે,શ્રી લાખણશીભાઈ ગઢવી તથા રાજેસ્થાની સાહિત્યમાં પ્રદાન કરનારને અપાતો એવોર્ડ રાજસ્થાનના સાહિત્યમાં પ્રદાન કરી રહેલા શ્રી ગિરધરદાન રતનું ( દાસોડી) ને સુત્રમાલા, કાળી કામળી, રામનામી, મોમેન્ટો અને રૂ.એકાવન હજારની ધનરાશિ સાથે આ વર્ષનાં કવિ કાગ એવોર્ડની અર્પણ વિધિ થશે.
એવોર્ડ અર્પણ બાદ પુ. મોરારીબાપુ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય રહેશે. રાત્રીના દસ કલાકે કાગવાનીની પ્રસ્તુતિ થશે. આ પ્રસંગે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ દ્વારા સહુ ભાવકો ને પધારવા નિમંત્રણ પાઠવેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે મોરારીબાપુ દ્વારા કાગ એવોર્ડનો પ્રારંભ 2002 ની સાલથી કરવામાં આવ્યો છે. કાગ ઉત્સવ 1999 થી કાગધામ ખાતે યોજાય છે

રિપોર્ટ : હરેશ જોશી – કુંઢેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!