સાણંદ : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મહાશિવરાત્રી ની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી

સિદ્ધનાથ મહાદેવ ના મંદિર માં સમસ્ત બ્રહ્મ સમાજ સાણંદ તાલુકા દ્વારા મહાશિવરાત્રી ની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી
સમસ્ત સાણંદ તાલુકા બ્રહ્મ સમાજ ના પ્રમુખ સનતભાઈ પંડિત અને મહામંત્રી દિલીપભાઇ રાવલ દ્વારા. મહા શિવરાત્રી ની ઉજવણી અને દેવાધિદેવ મહાદેવ નું મહા પૂજન અને મહા અભિષેક માટે ખૂબ જ સુંદર અને ભવ્યાતિભવ્ય આયોજન કર્યું હતું મહાદેવ ને ફૂલો થી ફૂલોની જટા થી શણગાર કરવામાં આવ્યા હતા..દીપમાળા કરી ને શિવ મન્દિર ખૂબ જ આકર્ષક રીતે શણગાર વામાં આવ્યું હતું. મહાદેવજી નો વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કર્યો હતો. વિદ્વાન કર્મકાંડી વિમેશભાઈ પંડિતે સિદ્ધનાથ મહાદેવજી ને પ્રસન્ન કરવા દૂધ..દહીં..ધી..મધ..સાકર..શેરડીનો. રસ..દાડમનો રસ..કાળાતલ..ચોખા. લીલા.નારિયેળ નું પાણી.ભસ્મ..ધાતુરો…આંકડો…ગુલાબ..સરસવ નું તેલ..બીલીપત્રો.કાળા મરી.. ભાંગ…સહિત વિવિધ દ્રવ્યો થી મહાદેવજી ને પ્રિય એવી રૂદરી તથા મહિમન્ન સ્તોત્ર ના પાઠ થી ભવ્યાતિભવ્ય અભિષેક કરાયો હતો..દિપમાળા. સહિત મહા આરતી કરાઈ હતી તેમા બ્રહ્મસમાજના અગ્રીણીઓ …જીતેન્દ્રભાઈ પંડિત..એડવોકેટ…કમલેશભાઈ વ્યાસ ..દીપકભાઈ ભટ્ટ..વિજયભાઈ પંડિત.. ગૌતમભાઈ રાવલ. અજયભાઈ જોશી..હરિઓમ જાની.. પી.વી.રાવલ..સહિત બ્રહ્મ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા અને મહા આરતી નો લાભ લીધો હતો ત્યાર બાદ. બ્રહ્મ સમહ તરફ થી સૌ માટે ફરાળી પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી સૌ ભૂદેવો એ ફરાળી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી..બ્રહ્મ સમાજ ના લોકો ખૂબ મોટી સંખ્યા માં હજાર રહ્યા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300