પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની પેરક ઉપસ્થિતિમાં ડેડિયાપાડા ખાતે ગ્રામીણ વિકાસ સંમેલન યોજાયું

પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની પેરક ઉપસ્થિતિમાં ડેડિયાપાડા ખાતે ગ્રામીણ વિકાસ સંમેલન યોજાયું
નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વિનોદકુમાર વિદ્યાર્થીની વિશેષ ઉપસ્થિતિ
સરકારના વિકાસ કાર્યોને વેગવાન બનાવવા નરેન્દ્ર મોદી વિકાસ મિશન સહભાગી બનશે – નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર અને નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વિનોદકુમાર વિદ્યાર્થીની વિશેષ ઉપસ્થિતિમાં દેડિયાપાડા જાનકી આશ્રમ ખાતે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા દ્વારા આયોજિત ‘ગ્રામીણ વિકાસ સંમેલન ૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર-રાજ્ય સરકારે નાગરિકોને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી વિકાસ મિશન સરકારના વિકાસકાર્યોને વેગવાન બનાવવા સહભાગી બનશે આ તકે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વિનોદકુમાર વિદ્યાર્થીએ પણ મિશનની કામગીરીને લોકહિતમાં કરીને નવા શિખરો સર કરવાનો વિકાસનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર વિકાસની વિચારધારા સાથે લોકપ્રશ્નોને વાચા આપવા તેમજ સરકારની યોજનાકીય લાભો છેવાડાના આદિવાસી બાંધવો સુધી પહોંચાડવા અંગે મિશનની કામગીરીની પ્રસંશા કરી હતી.કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને નિમણૂક પત્રો તથા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરાયું હતું. જ્યાં નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રદેશ અધ્યક્ષ રામસીંગભાઈ કરંગીયા, મિશનના મહિલા મોર્ચાના પ્રદેશ પ્રમુખ મીનાબેન સરવૈયા, દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા, પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા, જાનકી આશ્રમના સંચાલક અનિરુદ્ધ ગોહિલ સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300