જૂનાગઢ : મજેવડી PHCના ફિમેલ હેલ્થવર્કરનું કોરોના વોરીયર્સ તરીકે સન્માન

જૂનાગઢ : મજેવડી પીએચસી સબ સેન્ટરમાં ફરજ બજાવતા નીકીતા મેધનાથીને કોવીડ-૧૯ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ કોરોના વોરીયર્સ તરીકે સન્માનીત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણને નાથવામાં આરોગ્ય વિભાગની ભુમિકા ખુબ જ મહત્વની રહી છે. ૭૪માં સ્વાંતત્રદિનની ઉજવણી નિમિતે કોવિડ-૧૯માં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ, અઘિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
નિકિતાબેન મેધનાથી મજેવડી પીએચસી સેન્ટર ખાતે છેલ્લા દોઢ વર્ષ થી ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવી રહ્યા છે.તેમણે જણાવ્યું હતુ કે કોવિડ-૧૯ અન્વયે સર્વેલેન્સ કરવાની, તેમજ બહારગામથી આવતા પેશન્ટોને હોમ આઇસોલેશનની વીઝીટની કામગીરી કરવાની થતી હતી. પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે આરોગ્ય, પોલીસ, ૧૦૮ સહિતના ૧૭ જેટલા કર્મયોગીઓને સ્વાતંત્ર્યદિનના પર્વ પર કોરોના વોરીયર્સ તરીકે સન્માનીત કરાયા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ