જૂનાગઢના કલાકારોનો પ્રાથમિક ડેટાબેઝ તૈયાર કરાશે
- તા.૨૬ ઓગસ્ટ સુધીમાં કલાકારોએ માહિતી નિયત નમૂનામાં મોકલવાની રહેશે
જૂનાગઢ. : ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ નેશનલ મિશન ઓન કલ્ચરલ મેપીંગ અંતર્ગત કલાકારોના પ્રાથમિક ડેટાબેઝ પોર્ટલમાં તૈયાર કરવાના થાય છે. જેમાં દ્રશ્ય ( વાસ્તુશિલ્પ , મૂર્તિકલા/શિલ્પ , ચિત્રકલા , ફોટોગ્રાફી ) પ્રદર્શન ( ગાયન, વાદન, નુત્ય , નાટક/રંગમંચ , કઠપુતળી ) સાહિત્ય ( મૌખિક, લિખિત ) ક્ષેત્રોમાં નિષ્ણાંત હોય તેવા કલાકારો એ પોતાની માહિતી નિયત નમુનામાં આપવા અનુરોધ કરવામાં આવે છે. આ નિયત નમુનાનું ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ ખાતે થી મેળવી તા.૨૬/૦૮/૨૦૨૦ સુધીમાં ભરવાનું રહેશે. કલાકારોએ જૂનાગઢ જિલ્લાના રહેવાસી અને કોઈ પણ એક જિલ્લામાં જ પોતાની વિગતો આપવાની રહેશે .
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ