પંચમહાલ જિલ્લના હાલોલમાં યુવકનું અપહરણ કરી માર મારતા 11ને 4 વર્ષની સજા

Spread the love

પંચમહાલ જિલ્લના હાલોલમાં યુવકને અપહરણ કરી માર મારનાર ના કેસમાં નગર સેવક ના યુવક સહીત 11 આરોપીઓને કોર્ટે 4 વર્ષની કેદની સજા ફટકારી છે.
હાલોલનગરમાં જૂની અદાવતમાં તા. 28 જુલાઈ 2018ના રોજ સોનવાડી સ્ટેશન રોડ પર 11 હુમલાખોરોએ મનડી રચી ફરિયાદી હિલ સંજયભાઈ રાણાને આરોપી આકાશે કહેલ કે મારાં નામે તું ખોટા – ખોટા મેસેજ કરે છે તેમ જીગર ભટ્ટ ( અર્પણ સોસાયટી ) ને કેમ કરું છું કહી ઝઘડો તકરાર કરાયો હતો તેમજ સાથે જ મિત્ર સાગરીતોએ હિલ રાણા પર શસ્ત્રર હુમલો કરી બાઈક પર જબરજસ્તી બેસાડી અપહરણ કરી ગયા GIDC ખાતે ભરત ઉર્ફે બકાભાઈ દૂધવાળા ની કમ્પની પાછળ તેને લઈ જઈ વધું માર મારવાની ઘટનામાં 12 આરોપી વિરૂધ્ધ અપહરણ, રાયોટીંગ હુમલા સહીત જાનથી મારી નાખવાનો ગુનો હાલોલ પોલીસ મથકે નોંધતા તત્કાલીન P. I B. R ગોહિલે તટસ્થ તપાસ કરી હતી.

આ અંગે હાલોલની એડિશનલ ચીફ જ્યુડિશલ કોર્ટમાં પુરાવો સહિત ચાર્જશીટ રજૂ કરતાં સરકરી વકીલ V. H ડામોર ની ધારધાર રજૂઆતો બાદ. હાલોલ એડી ચીફ જયું જજ પ્રેમ હ્ન્સરાજ સિંહે હાલોલ નગર પાલિકાના સદસ્ય દેવ કરણ ગઢવીના પુત્ર મેહુલ ઉર્ફે ટીનો દેવકરણ ગઢવી સહીત 11 આરોપીઓને કસૂરવાર ઠેરવી 4 વર્ષની સખત સજા અને દરેક આરોપી ને રૂ. 1500ના દન્ડની સજાનો હુકકમ કરતાં કાયદો હાથમાં લઈ અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્વોમાં સોપો પડી ગયો હતો.

: સજા પામેલા આરોપીઓ ની યાદી :

(1) ધવલ ઉર્ફે પરેશ અમૃતલાલ મારું U.25 રહે. નર્મદાસોસાયટી હાલોલ
(2) રાજવીર રોહિત જાડેજા U.23, રહે. 55 રત્નદીપ સોસાયટી હાલોલ
(3) નિતેશ દિનેશ મારું ઉ.24 રહે. 29 નર્મદાનગર હાલોલ
(4) હિતેશ ઉર્ફે પ્રિતેશ ગોપાલ કાછીયા ઉ. 24 રહે. 33 નર્મદાનગર હાલોલ
(5) હાર્દિક મોહનલાલ મારું ઉ. 22 રહે. 33 નર્મદા નગર હાલોલ
(6) મેહુલ ઉર્ફે ટીનો દેવકરણ ગઢવી ઉ. 24 રહે. 3/13 અમરપાલી સોસાયટી હાલોલ
(7) વિકાસ રામલાલ મારું. ઉ. 24 રહે 33 નર્મદા નગર હાલોલ
(8) હિમાંશુ ઉર્ફે ટોની રાજેન્દ્ર કુમાર પટેલ ઉ. 24 રહે. 11 નર્મદાનગર હાલોલ
(9) રૃચિત ઉર્ફે પિન્ટુ અરિસૂદન મહેતા ઉ. 22 રહે. 7 નર્મદા સોસાયટી હાલોલ
(10) વ્રજ ઉર્ફે બંકિમ અમૃત મારું 22 રહે. 43 નર્મદાનગર હાલોલ
(11) આકાશ દિનેશ મારું ઉ. 23 રહે 29 નર્મદા નગર હાલોલ ને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા છે. જયારે આકાશ મારું અને વર્જ મારું હાજર ન રહેતા બંને સામે કોર્ટ બિનજામીન પાત્ર વોરન્ટ ઇસ્યુ કર્યું છે

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!