કલોલ તાલુકાની સાંતેજ જિલ્લા પંચાયત સીટ અંગે રાંચરડા ખાતે મીટીંગ યોજાઈ

સાંતેજ જિલ્લા પંચાયત સીટની મીટિંગનું આયોજન રાંચરડા ગામે કરવામાં આવ્યું હતું. જેમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરની અધ્યક્ષતામાં ચુંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કલોલમાં કોંગ્રેસને વિજયી બનાવવા અંગે સૌ કાર્યકરોને પ્રેરિત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રશ્મિભાઈ ઠાકોર, કલોલ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ કાંતિજી ઠાકોર, કલોલ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ધુળાજી ઠાકોર તથા તાલુકા પંચાયતના સદસ્યો દરેક ગામના સરપંચો કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.