પ્રાંતિજના ફતેપુર આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 રસીકરણ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ તાલુકાના ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ કે જેમને કોરોનાની કપળી પરિસ્થિતિમાં પણ જીવના જોખમે ફરજ બજાવી હતી.તેવા કોરોના વોરિયર્સને આજરોજ ફતેપુર આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ આરોગ્ય કાર્યકરોએ, આંગણવાડી કાર્યકરોએ ઉત્સાહપૂર્વક રસી લીધી હતી.મેડિકલ ઓફિસર ડૉ.પાર્થ પટેલ અને આયુષ ડૉ.તસ્લિમ મેમણ દ્વારા આરોગ્ય કાર્યકરોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.તો તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એચ.સોલંકી દ્વારા તમામ કોરોના વોરિયર્સને અભિનંદન પાઠવ્યા હતા.
મનુભાઈ નાયી (પ્રાંતીજ)