રાજકોટ પરિવહન સેવાની કામગીરીનો ફેબ્રુઆરી-૨૦૨૧નો માસિક રીપોર્ટ.

રાજકોટ સિટી બસ (RMTS) સેવા કોવિડ-૧૯ અંતર્ગત ૭૫% મુજબ (૩૭ રૂટ પર ૭૪ સિટી બસ) દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS) માં ફેબ્રુઆરી મહિના દરમિયાન કુલ-૩,૯૯,૮૫૩ કિ.મી. ચાલેલ છે. તથા કુલ-૬,૫૧,૯૭૦ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. ગત તા.૨૮/૨/૨૦૨૧ ના રોજ શિફ્ટ પરના ટ્રાફિક ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા સિટી બસ સેવામાં કાર્યરત ડ્રાઈવરોને રૈયા ચોકડી ડેપો તથા આજીડેપો ખાતે ડ્રાઈવિંગ કરતી વખતે તકેદારી રાખવા, ડ્રાઇવરો દ્વારા ટ્રાફીક સિગ્નલ બંધ હોય ત્યારે, સર્કલ પરના ટર્નિંગ, સીટબેલ્ટ પહેરવા વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ છે. સિટી બસમાં થયેલ કામગીરી:- સિટી બસના બસ સ્ટોપ તથા પીકઅપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પર ટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે. સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ :- સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ-૧૦,૨૭૫ કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ-રૂ.૪,૧૧,૯૭૦/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી શ્રી ડી.જી.નાકરાણીને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ.૨૧,૬૦૦/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ.૩૦૦/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી અનિયમિતતા સબબ કુલ-૩ કંડક્ટરને કાયમી ધોરણે ફરજ મુક્ત કરેલ છે. તથા ૨૩ કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. ચેકીંગ દરમિયાન કુલ-૫ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ રકમ રૂ.૫૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે. (૨) B.R.T.S બસ સેવા કોવિડ-૧૯ અંતર્ગત B.R.T.S રૂટ પર કુલ-૧૦ B.R.T.S બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. B.R.T.S બસ સેવામાં ફેબ્રુઆરી મહિના દરમિયાન કુલ-૬૮,૯૭૬ કિ.મી. ચાલેલ છે. તથા કુલ-૩,૩૦,૫૪૯ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. ગત તા.૨૮/૨/૨૦૨૧ ના રોજ શિફ્ટ પરના ટ્રાફિક ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા B.R.T.S બસ સેવામાં કાર્યરત ડ્રાઈવરોને ગોંડલ ચોકડી ડેપો ખાતે ડ્રાઈવિંગ કરતી વખતે તકેદારી રાખવા, ડ્રાઇવરો દ્વારા ટ્રાફીક સિગ્નલ બંધ હોય ત્યારે, સર્કલ પરના ટર્નિંગ, સીટ બેલ્ટ પહેરવા વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ. B.R.T.S બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ :- B.R.T.S બસ સેવામાં બસ ઓપરેટર શ્રી માતેશ્વરી ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ ૬૬૦ કિ.મી. ની પેનલ્ટી તરીકે કુલ-૪૬,૪૪૮/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે. B.R.T.S બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ.૨૧,૧૦૬/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે. ચેકીંગ દરમિયાન કુલ-૪ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ રકમ રૂ.૪૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એ દંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ (R.M.T.S) અને B.R.T.S બસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્વારા મુસાફરી દરમ્યાન પોતાની ટીકીટ મેળવી લેવાની જવાબદારી થાય છે. કોઇપણ નાગરિક દ્વારા સિટી બસ સ્ટોપ, પીક અપ સ્ટોપ વિગેરે જેવી રાજકોટ મહાનગરપાલિકાની જાહેર મિલકત હોય, તેના પર પોતાની અંગત (ધંધા/દુકાન/સંસ્થા) ની જાહેરાત લગાવવી તે દંડનિય તથા કાયદેસરનાં પગલા લેવાને લાયક છે. સદરહું બાબતે પરિવહન સેવામાં સુપર વાઇઝરી સ્ટાફ મારફતે કાર્યવાહી કરાવવામાં આવેલ છે. વધુમાં કંડક્ટર દ્વારા નિયત દરની ટીકીટ ન આપે કે તેની કામગીરીમાં ગેરરીતી અનિયમિતતા જણાયે રાજકોટ મહાનગરપાલિકાના ૨૪/૭ ધોરણે કાર્યરત કોલ સેન્ટર નંબર-૦૨૮૧-૨૪૫૦૦૭૭ પર ફરીયાદ નોંધાવી શકાય છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.