ખાંભા તાલુકામાં આશા વર્કર બહેનોનું મહાસંમેલન યોજાયું

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે આશા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેલ તમામ અધિકારીઓને પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. જેમાં વર્ષ દરમ્યાન કરેલ કામગીરી માટે આશા વર્કર બહેનોનું વિવિધ ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ આરોગ્ય માં મહત્વનો ભાગ ભજવનાર અને ઘર ઘર સુધી આરોગ્યની માહિતી આપી રહેલ ને તમામ આશા વર્કર ની કામગીરી ને બિરદાવી હતી.
આ કાર્યક્રમ માં ડો.એસ.બી.મીના તાલુકા હેલ્થ ઓફિસર, એમ.બી.વાળા તાલુકા સુપર વાઇઝર બી.એસ.ઉપાધ્યાય તાલુકા ફિમેઇલ સુપરવાઈઝર – દર્શનભાઈ વનરા તેમજ ડો. હેમાલી પરમાર – ડો .અલીઅસગર ચૌહાણ – ડો.રણધીરસિંહ ભાલીયા – ડો. ભાવેશ બલદાણીયા – ડો સ્વીટી ભુવા – તૃપ્તિ બેન મહેતા – રસિકભાઈ માઢક – મેહુલભાઈ દવે વગેરે અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શોભાબેન શિયાળ,સગુણાબેન દાફડા, ગૌરીબેન જાલા, માલતી બેન બારૈયા, પૂનમબેન ત્રિવેદી, હર્ષાબેન વાઘેલા, સ્મિતાબેન રાઠોડ દ્રારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતો.
રિપોર્ટ : હસમુખ શિયાળ (ખાંભા)