રાજુલાની એક એવી સરકારી શાળા જેમાં બાળકોને હવાઈ માર્ગ પર પ્રવાસ યોજાયો

રાજુલાની એક એવી સરકારી શાળા જેમાં બાળકોને હવાઈ માર્ગ પર પ્રવાસ યોજાયો
સામાન્ય રીતે સરકારી અને ખાનગી શાળાઓમાં બાળકો માટેનો પ્રવાસ રોડ માર્ગે યોજાતો હોય છે અને રોડ માર્ગે જતા હોય છે પરંતુ રાજુલાની એક એવી પ્રાથમિક શાળા જેના શિક્ષકોએ બાળકોને હવાઈ માર્ગે શાળા પ્રવાસ કરી અને બાળકોને એક અનોખી રીતે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શ્રી રાજુલા કન્યા શાળા નંબર -૩ નો હવાઈ માર્ગે દિલ્હી પ્રવાસ.
ધોરણ સાત અને આઠની કુલ 60 વિદ્યાર્થીનીઓ માટે અવિસ્મરણીય અને ઐતિહાસિક પ્રવાસ શ્રી રાજુલા કન્યા શાળા નંબર 3 માંથી થયો.આ પ્રવાસની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીનીઓને અમદાવાદથી દિલ્હી ફ્લાઈટમાં વિમાની સફર કરાવી. દિલ્હીના જોવાલાયક ઐતિહાસિક સ્થળો ઉપરાંત નવા બનેલા સંસદ ભવનમાં અદભુત અને અલૌકિક એવા રાજસભા અને લોકસભા ગૃહની મુલાકાત પણ કરાવી. અને સાથે મેટ્રો ટ્રેનની યાદગાર સવારી તો ખરી જ આ પ્રવાસમાં શાળા પરિવાર તરફથી તથા અન્ય વાલીગણ અને મહાનુભાવો તરફથી આર્થિક યોગદાન તથા વ્યવસ્થાકીય યોગદાન મળેલ છે. આ તકે કન્યા શાળા નંબર -૩ રાજુલા શાળા પરિવાર, અમારા પર સંપૂર્ણ વિશ્વાસ રાખતા વાલીગણ તથા દરેક તબક્કે સહાયરૂપ થતા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરે છે.ખાસ કરીને લાલજીભાઈ સિઘલ જાગૃતીબેન રાજ્યગુરુ સહિતના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300