જૂનાગઢ : રાજકીય પક્ષના ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવા માટે માર્ગદર્શન અપાયું

જૂનાગઢ : રાજકીય પક્ષના ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવા માટે માર્ગદર્શન અપાયું
Spread the love

રાજકીય પક્ષના ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવા માટે માર્ગદર્શન અપાયું

 

કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ઉમેદવારના ચૂંટણી ખર્ચ અને નિયમોનુસારની જરૂરી પ્રક્રિયા વિશે જાણકારી અપાઈ

 

જૂનાગઢ : કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવવા ઉપરાંત ઉમેદવારની લાયકાત સહિત અન્ય નિયમોનુસારની પ્રક્રિયા હાથ ધરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૩- જૂનાગઢ બેઠક માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ખાસ કરીને ભારતીય ચૂંટણી દ્વારા ખર્ચ અંગે થયેલ જોગવાઈઓ વિશે માહિતગાર કરાયા હતા. ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા અને લાયકાતો તેમજ જાહેર સભા, વાહન વગેરેની મંજૂરી મેળવવા બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી.

આ બેઠકમાં આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવા માટેની હેલ્પલાઇન અને એપ્લિકેશન વિશે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ખર્ચના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ.ચૌધરી,  નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જય પટેલ, ચૂંટણી ખર્ચના આસિસ્ટન્ટ નોડલ શ્રી આર.વી. સુવા સહિતના અધિકારીઓ અને રાજકીય પક્ષના પ્રતિનિધિ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

                    

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!