મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ

મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ
ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાની સામાન્ય ચૂંટણી તા. ૭ મેના રોજ યોજાશે
જિલ્લામાં 2.30 લાખ પુરુષ, 2.28 લાખ મહિલા, 07 અન્ય મળી કુલ 4.59 લાખ મતદારો
વિધાનસભા મત વિસ્તાર દીઠ ૭ સખી, એક યુવા, એક દિવ્યાંગ, એક મોડેલ મળી કુલ 18 વિશેષ મતદાન મથકો
સમગ્ર નર્મદા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાએ ચૂંટણી અંગે કરાયેલી પૂર્વ તૈયારીઓની આપી માહિતી
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવતાની સાથે જ અમલમાં આવેલી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સહિતની માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ થતા ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારની બેઠકમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી તેવતિયાએ પત્રકારો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે સમગ્ર નર્મદા જિલ્લામાં કુલ બે લોકસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં ૨૧ છોટાઉદેપુરમાં નાંદોદ વિધાનસભા બેઠક અને ૨૨ – ભરૂચમાં દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.સમગ્ર નર્મદા જિલ્લાના મતદારોની સંખ્યાની અદ્યતન વિગતો આપતા તેમણે કહ્યું કે, જિલ્લામાં ૨.૩૦ લાખ પુરુષ, ૨.૨૮ લાખ મહિલા, ૭ અન્ય મળી કુલ ૪.૫૯ લાખ મતદારો છે. જિલ્લામાં સંવેદનશીલ ૧૩૩ મતદાન મથકો નિયત કરી વેબકાસ્ટિંગ કરવામાં આવશે. તમામ વિધાનસભા મત વિસ્તાર દીઠ ૭ સખી, એક યુવા, એક દિવ્યાંગ, એક મોડેલ મળી કુલ ૧૮ વિશેષ મતદાન મથકોનું નિર્માણ કરવામાં આવશે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે મતદાન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે આદર્શ આચાર સંહિતા સંબધે તેમણે કહ્યું કે, આદર્શ આચાર સંહિતાના અમલ માટે નોડેલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રીયાની વિવિધ કામગીરી માટે કુલ ૨૧ નોડેલ અધિકારીઓની નિયુક્ત કરી દેવામાં આવી છે. સાથે જ ૬ ફ્લાઇંગ સ્ક્વોર્ડ, ૬ સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ૪ વિડીઓ સર્વેલન્સ ટીમ, ૨ વિડીઓ વ્યુઇંગ ટીમની રચના કરવામાં આવી છે. અંદાજે ૫૫૦૦ જેટલો મતદાન સ્ટાફ, ૪૬૦૦ જેટલો પોલીસ સ્ટાફ ફરજમાં જોડાશે. મતદાન માટે કુલ ૯૨૧ બેલેટ યુનિટ, ૮૫૧ કન્ટ્રોલ યુનિટ અને ૯૧૩ વીવીપેટનો ઉપયોગ થશે દિવ્યાંગ મતદારો અને ૮૫ વર્ષથી ઉપરના મતદારો માટે હોમ વોટિંગ ઉપરાંત મતદાન મથક ખાતે શક્ય હોય ત્યાં વ્હીલચેર સ્વયંસેવક તેમજ બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાર જાગૃતિના કાર્યક્રમો સમગ્ર જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યા છે. ફરિયાદ નિવારણ માટે ૨૪X૭ કલાક કાર્યરત કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેનો નંબર 02640-235501, 02640-235502, 02640-235503, 1800-233-8696 અને વોટર હેલ્પલાઈન નંબર – ૧૯૫૦ કાર્યરત છે. નાગરિકોની ફરિયાદનું ૧૦૦ મીનિટની અંદર નિવારણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર માટે તા. ૧૨ એપ્રિલના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ થશે. તા. ૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. તા. ૨૦ એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. તા. ૨૨ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. તા. ૭ મેના રોજ મતદાન થશે અને સમગ્ર દેશ સાથે તા. ૪ જૂનના રોજ મતદાન ગણતરી થશે. તેના બે દિવસ પછી ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થશે આ પત્રકાર પરિષદમાં એમસીસી નોડલ અધિકારી જે.કે.જાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિજ્ઞાબેન દલાલ, એમસીએમસીના નોડલ અરવિંદ મછાર ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300