લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ : ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ – અવસર લોકશાહીનો મારા ભારતનો

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ – અવસર લોકશાહીનો મારા ભારતનો
SVEEP અંતર્ગત દિવ્યાંગ મતદારોને સક્ષમ એપ, બ્રેઈલ બેલેટ પેપરનું વાંચન,
મતદાન કરવાની રીત સહિતની બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ
અમરેલી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે Systematic Voter’s Education and Electoral Participation (SVEEP) અંતર્ગત મતદાતા જાગૃત્તિ કાર્યક્રમો શરુ છે. ૯૫-અમરેલી વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગ મતદાતાઓને મતદાનનું મહત્વ સમજાવવા અને મતદાન અંગેની વિગતો તથા માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્ય સાથે SVEEP નોડલ અને અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તેમજ અમરેલી તાલુકા અને શહેર મામલતદારશ્રી સહિતનાઓની ઉપસ્થિતિમાં અમરેલી સ્થિત અંધજન તાલીમ કેન્દ્ર ખાતે દિવ્યાંગ મતદારોને સક્ષમ એપ, બ્રેઈલ બેલેટ પેપરનું વાંચન, મતદાન કરવાની રીત, સહાયક, પ્રાયોરિટીની સમજણ આપવામાં આવી હતી. અંધજન તાલીમ કેન્દ્રના આચાર્ય દ્વારા દિવ્યાંગોને આ સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ, તેમ અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300