રાજકોટ ના પારેવડી ચોક વેપારી એસોસીએશને આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટ ના પારેવડી ચોક વેપારી એસોસીએશને આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં વેપારીઓએ જણાવ્યું હતું કે બ્રિજનો પ્રોજેકટ I.P મીશન સ્કુલ સુધીનો છે. જેથી પારેવડી ચોક સુધી વાહન માટે પ્રતિબંધ કરવો યોગ્ય નથી. તેમજ શિતળા માતા મંદિરના રસ્તા તથા રામનાથપરા સ્મશાન વાળા રસ્તા ઉપર ટ્રાફિકનું વધારે પડતુ ભારણ લાંબો સમય સુધી નુકશાનકારક છે. વેપારીઓની મુશ્કેલી વધારી શકે છે. ઉપરાંત પારેવડી ચોક વિસ્તારના વેપારીના ધંધા રોજગાર વાહન વ્યવહાર પ્રતિબંધના કારણે પ્રભાવતી થઇ શકે છે. લાંબા સુધી બંધ રહી શકે છે. જે ન્યાયના હિતમાં નથી. વેપારીઓએ માંગ કરી છે કે કેશરી પુલના પશ્ર્ચિમ છેડે મોસ્લી લાઇન સુધીનો રસ્તો ખુલ્લો રહે તો વાહન વ્યવહાર લુવાણાપરા, મોચીબજાર તરફ જઇ શકે છે. તેનાથી બ્રીજના કામમાં કોઇ અવરોધ નહી આવે જેથી મોસ્લી લાઇન સુધીનો રસ્તો ખુલ્લો રાખવા માંગણી કરાઇ છે.
રિપોર્ટ :દિલીપ પરમાર રાજકોટ.