વેરાકુઈ ગામે રહેતાં ભાજપનાં આગેવાન ની પુત્રીનાં લગ્નમાં ડીજે સાથે ગરબાના આયોજન નો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ

માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ગામે રહેતાં ભાજપનાં આગેવાન ઇંદ્રિસભાઈ મલેકની પુત્રીનાં લગ્નમાં ગત રાત્રી દરમિયાન ડીજે સાથે ગરબાનું આયોજન થયું હતું એ અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થતાં, આજે તારીખ 25 મી માર્ચના માંગરોળ,પોલીસે ચાર સહિત ,150 નાં ટોળાં સામે FIR દાખલ કરી છે.જ્યારે જિલ્લા પોલીસે માંગરોળ પોલીસ મથકમાં આવતાં વાંકલ આઉટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં બે ક્રોસ્ટેબલોને આ મામલે સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ગામે રહેતાં ભાજપનાં આગેવાન કાર્યકર એવા ઇંદ્રિસભાઈ મલેકની પુત્રીનાં લગ્ન આજે છે.જ્યારે ગત રાત્રી દરમિયાન વેરાકુઈ ગામ ખાતે ડીજે નાં સહારે ગરબા ગાતા લોકોનો એક વિડીયો આજે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં અને આ વીડિયો માંગરોળ પોલીસ મથકે પોહચતાં, માંગરોળ પોલીસ ત્વરીત વેરાકુઈ ખાતે દોડી ગઈ હતી.અને જે વિડીયો વાયરલ થયો છે એ અંગે તપાસ હાથ ધરી હતી.ત્યારે બાદ માંગરોળ પોલીસનાં PSI પરેશ એચ.નાયી એ ઇંદ્રિસભાઈ મલેક,ગીરીશ જગુભાઈ વસાવા, રહે.વેરાકુઈ,હરેશભાઇ સુમનભાઈ ગામીત,રહે.આમખૂટા, મકસુંદ હબીબ મલેક, રહે. ઝાંખરડા તથા 100 થી 150 લોકો એકત્ર થયા હતા આ લોકો સામે માંગરોળ પોલીસે ઇ.પી.કો. 188, 269,270 જીપી એક્ટ 131 તથા ડિઝાસ્ટર મેનેજ મેન્ટ એક્ટ 2005 ની કલમ 51 (બી ) મુજબ FIR દાખલ કરી છે.પોલીસે FIR માં લખ્યું છે કે હાલમાં ચાલતી કોરોનાં કોવિડ-૧૯ વૈશ્વિક મહામારી અનુસં ધાને આ કાર્યક્રમની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. જેથી સરકારે કોવિડ-૧૯ અંગે જે જાહેર નામું બહાર પાડ્યું છે.એનો ભંગ કર્યો હોઇ અને કોરોનાં નું સક્રમણ ફેલાઈ તે રીતે કૃત્ય કરેલ હોય આ FIR દાખલ કરી છે.જ્યારે આ બનાવ પ્રશ્ને ઇંદ્રિસભાઈ મલેક કહે છે કે ગત રાત્રી દરમિયાન ડીજે સાથે જે ગરબાનો કાર્યક્રમ વેરાકુઈ ખાતે યોજાયો હતો. એનું આયોજન મેં કર્યું ન હતું.સાથે જ આ કાર્યક્રમ મારી માલિકીની જગ્યામાં થયો નથી. સાથે જ આ કાર્યક્રમની મને ખબર પડી એટલે મેં આ કાર્યક્રમ અટકાવી દીધો હતો.જો કે હાલમાં માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી એ FIR દાખલ કરી આ બનાવની તપાસ પણ PSI શ્રી નાયી ચલાવી રહ્યા છે જ્યારે આ બનાવમાં બેદરકારી રાખવા બદલ વેરાકુઈ ગામ વાંકલ આઉટ પોલીસ ચોકીમાં આવતું હોય આ આઉટ પોલીસ ચોકીનાં બે ક્રોસ્ટેબલો ને સુરતનાં જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતાં, પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
રિપોર્ટ:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)