મોરબીના બગથળા ગામે કોરોનાના કેસો વધતા શાકભાજી, ચા-નાસ્તાની લારી-દુકાનો બંધ

મોરબીના બગથળા ગામે કોરોનાના કેસો વધતા શાકભાજી, ચા-નાસ્તાની લારી-દુકાનો બંધ
Spread the love

બગથળા ગામે ૩૦ કેસો નોંધાતા સરપંચે મીટીંગ યોજી નિર્ણય લીધો

મોરબી તાલુકાના બગથળા ગામે કોરોના કેસો વધી રહ્યા હોય જેને પગલે સરપંચ દ્વારા મીટીંગ યોજી ગામમાં શાકભાજી અને ચા-નાસ્તાની લારી અને દુકાનો એક સપ્તાહ બંધ રાખવા નિર્ણય કરાયો છે

મોરબી તાલુકાના બગથળા ગામે છેલ્લા ચાર દિવસમાં ૩૦ જેટલા કેસો નોંધાયા હોવાની માહિતી સરપંચ હરેશભાઈ કાંજીયા પાસેથી પ્રાપ્ત થઇ છે તો કોરોનાના કેસો વધતા રોકવા માટે આજે સરપંચે મીટીંગ યોજી હતી જે મીટીંગમાં શાકભાજી તેમજ ચા-નાસ્તાની લારી દુકાનો એક સપ્તાહ સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે જોકે કરીયાણા અને પાનની દુકાનો ખુલ્લી રહેશે જ્યાં ટોળા એકત્ર થઇ શકશે નહિ સાથે જ ગ્રામજનોને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત પાલન કરવા પણ સુચના આપવામાં આવી હોવાની માહિતી સરપંચ પાસેથી પ્રાપ્ત થઇ છે

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

19-28-10-BAGATHALA-GAAM-PHOTO-750x430.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!