હળવદ : ગોલાસણ ગામે રામદેવપીરના મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન : મંદિરનો ઘંટ ચોરી ગયા

મોરબી : હળવદ પંથકમાં છેલ્લા થોડા દિવસોથી પોલીસની ધાક ને કાટ લાગી ગયો હોય તેમ અસામાજિક તત્વો માથું ઊંચકી રહિયા છે. અને વારંવાર ચોરી જેવી ઘટનાઓ બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.જેમા હળવદ તાલુકાના ગોલાસણ ગામે આવેલ રામદેવપીરના મંદિરને ગતરાત્રિના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અહીં આવેલા રામદેવપીરના મંદિરમાંથી તસ્કરો રૂપિયા દસ હજારથી વધુની કિંમત નો ઘંટ ચોરીને લઈ જતા સમસ્ત ગામની આસ્થા સમાન મંદિરમાં ચોરીનો બનાવથી ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હળવદ શહેર,ગ્રામ્ય તેમજ સીમ વિસ્તારમાં પાછલા થોડા દિવસોથી ચોરીના બનાવવામાં નોંધપાત્ર વધારો થયો છે જેની સામે માત્ર ગણ્યા ગાઠિયા બનાવોમાં જ પોલીસ ચોપડે ચડી રહ્યા છે.લોકોના રહેણાંક મકાનો, વાહનો તેમજ ખેતરોમાંથી ખેતપેદાશો ની ચોરીઓ તો હવે સામાન્ય બની ગઈ છે આટલું બાકી રહેતું હતુ તો હવે તસ્કરો મંદિરોને પણ નિશાન બનાવી રહ્યા છે. જેમાં ગઈકાલે ગોલાસણ ગામે આવેલ રામદેવપીરના મંદિરને નિશાન બનાવી તસ્કરો મંદિરનો ઘંટ ચોરી જતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
રિપોર્ટ : જનક રાજા , મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300