પતિ પત્ની ઝઘડ્યા અને બાળક લઈને ભાગેલા પિતાએ બાળકને ફેંકી દેતા બાળકનું મોત

હળવદ : ક્ષણિક આવેગ ક્યારેક માણસને પાગલ બનાવી ન કરવાનું કરી બેસાડતો હોય છે ત્યારે આવા જ એક કિસ્સામાં હળવદ તાલુકાના ટીકર રણની ઢસી વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં આ ઝઘડામાં પિતાએ દોઢ વર્ષના બાળકનો ઘા કરી દેતા મોત નીપજયું હતું. આ બનાવના પગલે હાલ પોલીસ દ્વારા મૃતક બાળકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર રણની ઢસી વિસ્તારમાં રહેતા અસગરભાઈ અને તેમના ધર્મપત્ની અમીનાબેન વચ્ચે બોલા ચાલી થઈ હતી. બોલા ચાલી બાદ અમીનાબેનના હાથમાં રહેલ દોઢ વર્ષનું બાળક લઈને અસગરભાઈ ભાગ્યો હતો અને બાળકનો ઘા કરતા બાળકનું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. હાલમાં બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને બાળકને પીએમ માટે હોસ્પિટલ ખસેડી બનાવની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
રિપોર્ટ : જનક રાજા , મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300