આણંદ ખાતે પં. ઓમકારનાથ ઠાકુરને સ્વરાંજલી કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન

આણંદ ખાતે પં. ઓમકારનાથ ઠાકુરને સ્વરાંજલી કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન
આણંદ, જય અંબે હોલ, જલારામ મંદિર પાસે, વડ વાળા દરવાજા નજીક, સંગીત વિદ્યાલય ની બાજુમાં, ખાતે તા-3/3/2024 ના રોજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ, ગાંધીનગર અને સંગીત વિદ્યાલય, આણંદ તથા સંસ્કાર ભારતી, આણંદના સહકારથી “શાસ્ત્રીય સંગીત સમારોહ” પં. ઓમકારનાથ ઠાકુરને સ્વરાંજલી કાર્યક્રમ ખૂબજ સફળતા પૂર્વક યોજાઇ ગયો. સંગીત પ્રેમીઓ, ભાવકો તથા દર્શકો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા જેનું દીપ પ્રાગટ્યથી ઉદઘાટન જાણીતા ઉદ્યોગપતિ ને દાતા શ્રી પ્રફુલ્લભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. જન કલ્યાણ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડૉ. પ્રદીપ આઝાદ, સંગીત વિદ્યાલયના સ્થાપક ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ પારેખ,ટ્રસ્ટી શ્રી તથા પત્રકાર શ્રી વિપિન પંડ્યા સંગીત વિદ્યાલયના મુકેશ દેસાઈ, કલાકારો પં. મુંજાલ મહેતા તથા ચાર સાજીંદાઓ, ડૉ. તૃષિત વૈષ્ણવ તથા સાજીંદા શ્રી અરવિન્દ બુર્ડૅ, શ્રી જીગર મિસ્ત્રી તથા ડૉ. લોપા દલાલ અને સંસ્કાર ભારતીના ધર્મેન્દ્ર પાઠક, જ. ક. વિ. ટ્રસ્ટના મંત્રી શ્રી સૌહાર્દ આઝાદ હાજર હતા. ગૌરવ પુરસ્કૃત પં. મુંજાલ મહેતાએ પ્રથમ તેમની ચાર કલાકારોની ટીમ સાથે સંયુક્ત સોલો કર્યુ હતું ને પછી ખૂબજ સુંદર જુગલબંદી કરેલ જેને ખૂબજ ભવ્ય લોક આવકાર મળેલ. ત્યારબાદ ડૉ. તૃષિત વૈષ્ણવે તેમના સાજીંદાઓ શ્રી અરવિન્દ બુર્ડે (તબલા), શ્રી જીગર મિસ્ત્રી (હાર્મૉનિયમ) તથા ડૉ.લોપા દલાલ (તાનપૂરા) સાથે શાસ્ત્રીય ગાયન કર્યુ હતું. લોકોએ સતત તાળીઓથી અભિવાદન કર્યું હતું. કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો હતો. પં.મુંજાલ મહેતાએ 300 તબલા વાદકો સાથે સમૂહ તબલાવાદન કરીને ગીનીઝ બૂકમાં વર્લ્ડ રેકોર્ડ કરેલ છે. અન્ય મહાનુભાવોમાં ડૉ. સુલભા નટરાજન, સંજયભાઈ પટેલ, મ્યુનિ. કાઉન્સીલર કાન્તીભાઈ ચાવડા તથા સલીમશા દીવાન હાજર હતા. પં. મુંજાલ મહેતાનું અદભૂત તબલાવાદન તથા બનારસ ઘરાનાના પં. રાજન સાજન મિશ્રાના શિષ્ય ડૉ. તૃષિત વૈષ્ણવે રાગ ભીમ પલાસી રજૂ કરેલ તેથી લોકોમાં અનેરો આનંદ છલકાયો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300