ઈગોરાળા ગામની વાડીમાં આગ લાગતા ૪૦ વિઘાના ઘઉ બળીને ખાખ

હળવદ તાલુકાના ઈગોરાળા ગામની વાડીમાં ૪૦ વિઘા ઘઉંમાં આગ લાગતા ૪૦ વિઘા ઘઉ બળીને ખાખ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઈગોરાળા ગામની સીમમાં આવેલ પદુભા ઝાલા ની વાડી હળવદના ખેડૂત કરસન દલવાડી વાડી રાખેલ હતી ત્યારે ૪૦ વીઘામાં ઘઉંમાં એકાએક આગ લાગતાં ૪૦ વીઘા ઘઉ બળીને ખાખ થઇ ગયા હતા ત્યારે જાણવા મળતી વિગત મુજબ આજુબાજુના કોઈ અજાણ્યા માણસ છે ગાંડાબાવળ સળગાવતા તણખલા ના કારણે આગ લાગવાના બનાવ બન્યો હતો આગ નાં કારણે 40 વીધા ઘઉ બળી ગયા હતા આગનો બનાવ બનતા આજુબાજુના ખેત મજૂરો ઘટનાસ્થળે દોડી ગયા હતા ખેડૂતોને આમ આગ લાગવાના કારણે ખેડૂતને મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઇ જતાં ખેડૂત ની હાલત કફોડી બની હતી